
મુંબઇ તા.20, એપ્રિલ, 2020, સોમવાર
તાજેતરમાં જણાવાયેલા અહેવાલ કરતાં વધુ બાળકો કોવિડ-૧૯ના ચેપનો શિકાર બન્યા છે, એમ પેડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ્સ પરના અભ્યાસમાં જણાવાયું છે કે બાળકોને વધુ સારી તબીબી સેવાની જરૃર છે.
પબ્લિક હેલ્થ મેનેજમેન્ટ એન્ડ પ્રેક્ટિસની જર્નલમાં પ્રકાશિત થયેલી સંશોધનના અહેવાલમાં જણાવાયું છે કે કોરોના વાઇરસને કારણે, ૨,૩૮૧ બાળકોને ચેપ લાગ્યો છે અને આથી તેમને માટે (દરેક માટે) કોવિડ-૧૯ની ઇન્ટેન્સિવ કેરની જરૃર છે.
અમેરિકાની યુનિવર્સિટી ઓફ સાઉથ ફલોરિડા (યુએસએફ) સહિતના સંશોધકોએ આપેલા અભ્યાસમાં જણાવાયું છે કે કોવિડ-૧૯ સાથે સંકળાયેલા ૨,૧૦૦ બાળકોથી વધુ પરના ક્લિનિકલ અભ્યાસના માહિતી ચીની એજન્સી ચાઇનીઝ સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનમાં પ્રગટ થઇ હતી અને તેની જાણકારીને આધારે અમેરિકામાં અહેવાલ પ્રગટ કરાયો હતો.
વર્ચ્યુઅલ પીઆઇસીયુ સિસ્ટમ્સના આધારે નોર્થ અમેરિકન રજિસ્ટ્રીના ડેટાના આધારે વિસાનીઓએ જણાવ્યું હતું કે ૧૮ માર્ચથી છઠ્ઠી એપ્રિલ વચ્ચે અમેરિકામાં કોવિડ-૧૯ની સારવાર માટે ૭૪ બાળકોને પેડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ્સ દાખલ કરાયા હતા.
આ બાબત એ વાતનો નિર્દેશ આપે છે કે આ જ સમયગાળામાં વધારાના ૧,૭૬,૧૯૦ અશરગ્રસ્ત બાળકોને દાખલ કરાયા હતા, એમ તેમણે જણાવ્યું હતું. પીઆઇસીયુ સિસ્ટમના જણાવ્યા મુજબ, આ કેસોમાં ૩૦ ટકા બાળકો બે વર્ષથી ઓછી વયના, ૨૪ ટકા બેથી ૧૧ વર્ષના અને ૪૬ ટકા ૧૨ થી ૧૭ વર્ષના હતા.
સંશોધકોએ જણાવ્યું હતું કે ૨૦૨૦ના અંત સુધીમાં અમેરિકાની વસતિના ૨૫ ટકા લોકોએ કોરોના વાઇરસના ચેપનો શિકાર બને તો ૪૦ હજાર બાળકો આ રોગને કારણે ગંભીર માંદા પડે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૃર પડે, જેમાનાં ૫,૪૦૦ જેટલા ગંભીર બિમાર પડયા હોય અને તેમને મેકેનિકલ વેન્ટિલેશનની જરૃર ઉદ્ભવી શકે છે.
ક્લીનિક રિપોર્ટ એવા નિર્દેશ આપે છે કે એ બાળકોને સરેરાશ ૧૪ દિવસ હોસ્પિટલમાં રહેવું પડે, એમ તેમણે જણાવ્યું હતું.
અમેરિકાના નેશનલ સર્વે અનુસાર આ બાબતને ધ્યાનમાં રાખતા પેડિયાટ્રિક ક્રિટિકલ કેર યુનિટ ક્ષમતામાં દેશમાં સરેરાશ ૫,૧૦૦ પીઆઇસીયુ બેડની વ્યવસ્થા કરવી પડે.
'બેશક પુખ્ત વયના કરતાં બાળકોના કેસમાં કોવિડ-૧૯ કેસોની સંખ્યામાં (ગંભીર માંદગીના કેસોમાં) ઘટાડો થવાનો છે, પણ હોસ્પિટલે તેમને યોગ્ય સારવાર આપવા માટે અને યોગ્ય સાથીનો અને સ્ટાફની વ્યવસ્થા કરવી પડશે, એ સમયે યુવાન દરદીઓની સંખ્યામાં જબરદસ્ત વધારો થયો હશે, એમ યુએસએફના એપિડેમિયોલોજીના અસોસિયેટ પ્રોફેસર અને લેખક જસોન સાલેમીએ જણાવ્યું હતું.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KhmH0i
via Latest Gujarati News
0 Comments