લોકડાઉનમાં નાગપુરના સંતરા દેશભરમાં પહોંચ્યા


મુંબઈ,તા. 25 એપ્રિલ 2020, શનિવાર

મધ્ય રેલવે હાલ પ્રવાસી ટ્રેનો બંધ હોવા છતાં માલગાડી દ્વારા અતિઆવશ્યક વસ્તુઓને વિવિધ સ્થળે પહોંચાડવા  માલગાડી ચલાવી રહ્યું છે. છેલ્લા એક મહિનામાં મધ્ય રેલવેન સંતરાની ૨૦૪૦  પેટી દેશભરમાં મોકલી છે.

રત્નાગિરી અને દવેગઢની હાફૂસ કેરીની જેમ જ સંતરા દેશભરમાં પ્રખ્યાત છે. પરંતુ આ વખતે લોકડાઉન હોવાથી સંતરાને દેશભરમાં  પહોંચાડવાનું  બીડું ઝડપી  રેલવેએ ઝડપ્યું હતું અને ૨૨૦ ટન ટ્રેનોના માધ્યમથી  નાગપુરના સંતરાને દેશમાં પહોચાડતા હતા તે સિવાય ૨૧૬ ટન ઔષધ અને વૈદ્યકિય  ઉપકણો પણ પહોંચાડયા છે. 

કોરોના વાયરસને નાથવા તેમજ  અતિઆવશ્યક વસ્તુઓનો પુરવઠો  યથાવત રાખવા ભારતીય રેલવેએ માલગાડી શરૂ રાખીહતી.  તેમ જ મધ્ય રેલવેએ અને પશ્ચિમ રેલવેએ પાર્સલ ટ્રેનોનું વિશેષ સમયપત્રક પણ બનાવ્યુંહતું. દવા, ફળો, શાકભાજી, કાચોમાલ વગેરેનિ પહોંચાડવા માટે  રેલવેની વિશેષ માલગાડીઓ દોડાવાઈ હતી.  ૨૩મી માચથી ૨૨મી એપ્રિલ સુધીના મધ્ય રેલવેએ ૭૦,૩૭૪ વેગનમાં  જીવનાવશ્યક વસ્તુનો પુરવઠો કર્યો હોવાની માહિતી મધ્ય રેલવેએ આપી હતી.  જેને કારણે નાગપુરના સંતરાનો માલ આખા દેશમાં પહોંચ્યો હતો.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2W2hIpP
via Latest Gujarati News

Post a Comment

0 Comments