
મુંબઇ, તા. 25 એપ્રિલ 2020, શનિવાર
બોલીવૂડના દિગ્ગજ સ્ટાર જય ઝેડની પત્ની બીયોન્સ એક ખ્યાતિપ્રાપ્ત સિંગર હોવા ઉપરાંત સોંગ રાઇટર, ડાન્સર અને અભિનેત્રી પણ છે. ૫૦૦ મિલિયન ડોલરની માલિક બીયોન્સે કોવિડ-૧૯ રોગચાળાને નાથવા મથતા સંગઠનોને મદદરૂપ થઇ પડવા ૬૦ લાખ ડોલર દાનમા આપ્યા છે. આ રકમ મુખ્યત્વે માનસિક આરોગ્ય જાળવવા મથતા સંગઠનોને અપાશે.
બીયોન્સની અંગત ચેરિટી સંસ્થા બી ગુડએ આ કામ માટે ટ્વિટરના સીઇઓ સાથે હાથ મિલાવ્યો છે. બંને માને છે કે આ કપરાં સમયમાં જીવનાવશ્યક સેવાઓ પૂરી પાડતા સ્વયંસેવકો અને કાર્યકર્તાઓનું માનસિક આરોગ્ય જળવાયું અત્યંત જરૂરી છે. કારણ કે એમના પર અસહ્ય માનસિક બોજો હોય છે. આ સહાયની સરવાણી કોવિડ કટોકટી પછી પણ જારી રહેશે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cQbVtU
via Latest Gujarati News
0 Comments