તબલીગી જમાતના લોકોની તપાસમાં ગયેલી પોલીસ પર મસ્જિદમાંથી પથ્થરમારો, ફાયરિંગ

નવી દિલ્હી, તા.1. એપ્રિલ 2020, બુધવાર

દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં તબલીગી જમાતના સંમેલન બાદ સંખ્યાબંધ લોકો કોરોના પોઝિટિવ હોવાનુ બહાર આવ્યુ છે. આ સંમેલનમાં દેશભરના લોકો આવ્યા હતા અને પોતાના રાજ્યમાં પાછા જતા રહ્યા છે.

આ સંજોગોમાં દેશના તમામ રાજ્યોમાં આ કાર્યક્રમમાં હાજરી આપનારા લોકોની પોલીસ શોધ ચલાવી રહી છે. બિહારમાં મધુબની પોલીસ મસ્જિદમાં આ કાર્યક્રમમાં ભાગ લઈને આવેલા લોકો હોવાનુ જાણવા મળ્યા બાદ પોલીસ અહીંયા તપાસ માટે પહોંચી હતી.

ચોંકાવનારી વાત એ છે કે તપાસમાં સહયોગ કરવાની જગ્યાએ લોકોએ મસ્જિદમાંથી પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને ખાનગી ફાયરિંગ પણ કર્યુ હતુ. તબલીગી જમતાના સમર્થકોના હુમલા બાદ પોલીસને જાન બચાવવા ભાગી જવુ પડ્યુ હતુ. સમર્થકોએ આમ છતા એક ગાડીમાં તોડફોડ કરીને તેને તળાવમાં ધકેલી દીધી હતી.

પોલીસે આ હિંસામાં સામેલ 15 લોકો સામે ફરિયાદ કરીને ચારની ધરપકડ પણ કરી છે.





from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ykx1BL
via Latest Gujarati News

Post a Comment

0 Comments