રાજ કુમાર રાવ અને ક્રિતિ સેનોનની જોડી રૂપેરી પડદે જોવા મળશે


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 27 એપ્રિલ 2020, સોમવાર

રાજ કમાર રાવ અને ક્રિતિ ્સેનોનીની જોડી રૂપેરી પડદે જોવા મળશેય આ ફિલ્મની ઘોષણા તો લગભગ બે મહિન ાપહેલા જ કરી દેવામાં આવી હતી તેમજ ફિલ્મનું શિર્ષક પણ નક્કી થઇ ગયું હતું. અભિષેક જૈનના દિગ્દર્શનમાં બનનારી આ ફિલ્મનું નામ સેકન્ડ ઇનિંગ્સ છે, અને આ એક કોમેડી ફિલ્મ હશે. આ ફિલ્મમાં પરેશ રાવળ અને ડિમ્પલકાપડિયાની જોડી પણ જોવા મળવાની છે. 

આ ફિલ્મ એક એવા યુગલની આસપાર ફરે છે, જે પોતાના જીવનનો ખાલીપો ભરવા માટે માતા-પિતાને દત્તક લેવાનો નિર્ણય કરે છે. આ ફિલ્મમાં કોમેડીની સાથેસાથે સામાજિક સંદેશો પણ આપવામાં આવશે. આ પહેલા રાજ કુમાર રાવ અને ક્રિતિ ફિલ્મ બરેલી કી બર્ફીમાં જોવા મળ્યા હતા. 

આ ફિલ્મનું નિર્માણ દિનેશ વિઝન કરી રહ્યો છે. જે કોમેડી ફિલ્મો કરવા માટે જાણીતો છે. તેની હિટ ફિલ્મોમાં હિંદી મીડિયમ, સ્ત્રી, બાલા સામેલ છે. ફિલ્મના શૂટિગને શરૂ કરવાની યોજના માર્ચ મહિનાની હતી. પરંતુ કોવિડ ૧૯ના કારણે લોકડાઉન થતાં કામકાજ ઠપ થઇ ગયા છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YbDU3a
via Latest Gujarati News

Post a Comment

0 Comments