કરણ જોહરે સોશિયલ મીડિયા પર માંગી લોકોની માફી


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 27 એપ્રિલ 2020, સોમવાર

કોરોના વાયરસના પ્રકોપના કારણે હાલ દેશભરમાં લોકડાઉન ચાલીરહ્યો હોવાથી બોલીવૂડ સેલિબ્રિટિઓ ફુરસદમાં છે. તેથી તેઓ સોશિયલ મીડિયા પર વધુ પડતી સક્રિય થઇને લાઇમ લાઇટમાં રહેવાનો પ્રયાસ કરે છે. એમાં કરણ જોહર પણ સામેલ છે. 

કરણ હાલ વારંવાર પોતાના બાળકો યશ અને રુહીના વીડિયો પોસ્ટ કરતો હોય છે. કરણએ તાજેતરમાં ટ્વિટર પર થેન્ક યુ સેલિબ્રિટિઝ શીર્ષક નામનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં દેખાડવામાં આવ્યું હતું કે, સેલિબ્રિટિઝ  જેવા કે એલન ડિજેનર્સ, સૈમ આર્મિટેઝ અને અમાંડા કેલર વગેરે પોતાના આલિશાન ઘરોમાં રહીને ક્વોરનટાઇનની રજાઓનો આનંદ માણી રહ્યા છે, જ્યારે સામાન્ય લોકો આ મહામારીના કારણે સતત સંઘર્ષ અને ભૂખમરો વેઠી રહ્યા છે. 

કરણે આ વીડિયો બાબત લખ્યું હતું કે, આનાથી મને તકલીપ પહોંચી છે અને મને પ્રતિતી થઇ છે કે, મારી ઘણી પોસ્ટ અસંવેદનશીલ હોઇ શકે છે. લોકોના દિલ દુભાવ્યા છે એવું મને લાગી રહ્યું છે. હું આ લોકોની દિલથી માફી માંગું છું અને કહેવા માંગુ છું કે આવી મેં જાણીબુઝીને કર્યું નથી. પરંતુ મને લાગે છે કે મારામાં દૂરદર્શિતાની કમી હોય શકે છે જેનું મને દુઃખ છે. 

ઘણા યુઝર્સે કરણને સકારાત્મક રીતે લઇને માફી ન માંગવાનું કહ્યું હતું. તેની સંવેદનશીલતા જાણીને ઘણાએ તો કરણના વખાણ પણ કર્યા હતા.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cU3FcB
via Latest Gujarati News

Post a Comment

0 Comments