
મુંબઈ,તા.27 એપ્રિલ, 2020, સોમવાર
લોકડાઉનને કારણે તમામ પ્રકારના રિટેલ વ્યવસાયમાં અડચણ નિર્માણ થઈ છે, ત્યારે તેમની સામે ઈ-કોમર્સનું પણ આવ્હાન ઊભું થયું છે. આથી ઈ-કોમર્સને ટક્કર આપવા મુંબઈ સહિત ચાર જિલ્લાના એક લાખથી વધુ વેપારીઓએ વ્યવસાય ચાલું રાખવા પોતાનું 'કિરાણા લિંકરદ એપ્લિકેશન વિકસાવ્યું છે.
અખિલ ભારતીય વેપારી મહાસંઘ (કેટ) એ આ માટે વિશેષ અગ્રિમતા દાખવી છે. પ્રથમ તબક્કામાં મુંબઈના ૪૦ હજાર, થાણેના ૨૭ હજાર, રાયગડના ૧૮ હજાર તેમજ પાલઘરના ૧૬ હજાર કરિયાણાના દુકાનદારો ડિજીટલ પ્લેટફોર્મ પર આવ્યાં છે. આ પ્લેટફોર્મ સમગ્ર દેશ માટે વિકસાવવાની પ્રક્રિયા ચાલી રહી હોવાનું કેટના મુંબઈ વિભાગના અધ્યક્ષ શંકરભાઈ ઠક્કરે જણાવ્યું છે.
આ એપ્લિકેશનની કામગિરી વિશે સમજાવતાં શંકરભાઈએ 'ગુજરાત સમાચારદને જણાવ્યું હતું કે, દુકાનો, કરિયાણા, ભાવ વગેરેનો સંપૂર્ણ ડેટાબેસ તૈયાર થઈ ગયા બાદ એપ્લિકેશન શરૃ થશે. જેમાં કોઈપણ વ્યક્તિ પોતાના વિસ્તારની આસપાસના નિશ્ચિત એરિયામાંથી ઓનલાઈન માધ્યમે જોઈએ તે વસ્તુ મગાવી શકશે. આ એપ્લિકેશન પર ઉત્પાદકથી માંડી હાલસેલ, રિટેલ વેપારી તેમજ ગ્રાહકો જોડાઈ શકશે. હાલસેલ વેપારી ઉત્પાદક પાસેથી, રિટેલ વેપારી હાલસેલ વેપારી પાસેથી તો સામાન્ય લોકો રિટેલ વેપારી પાસેથી ઓનલાઈન ખરીદી કરી શકશે. ઓર્ડર અપાતાની સાથે જ થોડાં સમયમાં માલ ગ્રાહક પાસે પહોંચતો થઈ જશે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2xhnM5m
via Latest Gujarati News
0 Comments