વરુણ ધવનના જન્મદિવસે નતાશા સાથેનું સગપણ મોકૂફ રહ્યું


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા 24 એપ્રિલ 2020, શુક્રવાર

૨૪ એપ્લિના રોજ વરુણ ધવન ૩૩ વરસનો થયો છે. હાલ કોરોના મહામારીના કારણે લોકડાઉન ચાલીરહ્યું હોવાથી અભિનેતાએ કોઇ ઊજવણી કરી નહોતી. જોકે તેણે પોતાના આ શુભ દિવસે ગરીબોને ખાવાનું આપવાનું સદકાર્ય કર્યું હતું. 

રિપોર્ટની માનીએ તો, વરુણ પોતાની ગર્લફ્રેન્ડ નતાશા સાથે ૨૪ એપ્રિલના રોજ સગપણ કરવાની યોજનામાં હતો. પરંતુ લોકડાઉનના કારણે આમ કરી શક્યો નથી. જોકે વરુણના પરિવાર તરફથી આ વાતને કોઇ સમર્થન મળ્યું નથી. વરુણે જણાવ્યું હતું કે, હું મારા જન્મદિવસના દિવસે દેનિક વેતનધારી મજૂરોને ખાવાનું અને રૂપિયાની વહેંચણી કરીશ.હું  મારો આ જન્મદિવસ ગરીબો સાથે ઊજવવાનો છું. તેણે આ પહેલા પણ પીએમ રિલીફ ફંડ અને સીએમ રાહત ફંડમાં રૂપિયા ૫૫ લાખનું ડોનેશન આપ્યું છે.

સોશિયલ મીડિયા પર લાઇવ આવીને પોતાના પ્રશંસકો સાથે જન્મદિવસની ઊજવણી કરવાની વાત પણ તેણે કરી હતી. 

લોકડાઉનના કારણે વરુણ હાલ બહાર જઇ શકતો ન હોવાથી તે ઘરમાં જ વરકઆઉટ કરીને પોતાને ફિટ રાખે છે. તે વિવિધ વાનગીઓ બનાવાનું પણ શીખી રહ્યો છે. તેમજ સાંજના પ્લે-સ્ટેશન રમે છે તેમજ બિલ્ડિંગના મિત્રો સાથે નિડોર ગેમ્સ રમે છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cPXiXP
via Latest Gujarati News

Post a Comment

0 Comments