એક જ દિવસમાં કોરોનાના 394 દરદી નોંધાતા મહારાષ્ટ્રમાં દરદીઓનો આંકડો 6,817 થયો




(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.24, એપ્રિલ, 2020, શુક્રવાર

મહારાષ્ટ્રમાં કોરોના રોગચાળો દિવસે દિવસે વકરી રહ્યો છે. નિયંત્રણમાં આવતો ન હોવાની ગંભીર પરિસ્થિતિ ઉભી થતી હોવાથી રાજ્ય સરકાર અવઢવમાં પડી ગઇ છે. આજે રાજ્યમાં કોરોનાના નવા ૩૯૪ દરદી નોંધાતા કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૬૮૧૭ થઇ છે. જ્યારે મુંબઇમાં પણ પરિસ્થિતિ વણસી રહી છે. જ્યારે મુંબઇમાં પણ પરિસ્થિતિ વણસી રહી છે. આજે કોરોનાના નવા ૩૫૭ નોંધાતા દરદીની સંખ્યા વધીને ૪૫૮૯ થઇ છે, એણ આરોગ્ય વિભાગના પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું હતું.

આ સિવાય રાજ્યમાં ૧૮ દરદીએ જીવગુમાવતા મરણાંક ૩૦૧ સુધી પહોંચ્યો છે. જ્યારે આજે ૧૧૭ દરદી સાજા થતાં અત્યાર સુધી ૯૫૭ દરદીને ડિસ્ચાર્જ કરાયા હોવાનું તેમણે ઉમેર્યું હતું.

રાજ્યમાં મૃત પામેલા ૧૮ પૈકી મુંબઇમાં ૧૧, પુણેમાં ૫ અને માલેગાંવમાં બે દરદીનો સમાવેશ થાય છે. આજ સુધી મોકલાવેલા ૧ લાખ ૨૧ હજાર ૧૮૯ જણના પ્રયોગશાળામાં નમૂના નેગેટીવ આવ્યા હતા. અને આજ સુધી ૯૫૭ દરદી કોરોના મુક્ત થયા છે. રાજ્યમાં ૧ લાખ ૧૯ હજાર ૧૬૧ જણ હોમ ક્વોરન્ટીન કરાયા છે. જ્યારે ૮ હજાર ૮૧૪ જણને ઇન્ટીટયુશનલ ક્વોરન્ટીન કરાયા હોવાનું પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું હતું.

હાલમાં રાજ્યમાં કોરોનાની બીમારીથી મૃત્યુદર ૪.૪ ટકા છે. રાજ્યમાં મૃત્યુના વિશ્લેષણ કરીએ તો ૫૦ વર્ષની નીચેના વ્યક્તિનો મૃત્યુદર ઓછો છે. જ્યારે ૨૧થી ૩૦ વર્ષની વચ્ચેનો મૃત્યુ દર ૦.૬૪ ટકા જેટલો છે.  ૬૧થી ૭૦ વર્ષની વચ્ચે મૃત્યુ દર સૌથી વધુ ૧૭.૭૮ ટકા છે. એમ રાજેશ ટોપેએ જણાવ્યું હતું.

દરમિયાન મુંબઇમાં કોરોના પ્રકોપ વકર્યો છે. દિવસે-દિવસે કોરોનાગ્રસ્તોની સંખ્યા વધી રહી છે. આથી મુંબઇ મહાનગરપાલિકા અને મુંબઇગરા ચિંતામ  સરી પડયા છે. આજે મુંબઇમાં કોરોનાના નવા ૩૫૭ દરદી નોંધાયા હતા. આથી શહેરમાં કોરોના ગ્રસ્તોની સંખ્યા વધીને સાડાચાર હજારનો આંક પાર કર્યો છે. એઠલે કે સંખ્યા ૪૫૮૯ થઇ છે. આ સિવાય ગત ૨૪ કલાકમાં મુંબઇમાં કોરોનાના ૧૧ દરદીએ જીવ ગુમાવ્યો હતો. આથી મરણાંક વધીને ૧૭૯ થયો છે. એમ પાલિકાના આરોગ્ય વિભાગના ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડો. દક્ષા શાહેએ જણાવ્યું હતું.

આ સિવાય આજે ૧૨૨ દરદી સાજા  થયા હતા. આથી તેઓને ડિસ્ચાર્જ કર્યા હતા. અત્યાર સુધી મુંબઇમ  ૫૯૫ દરદી સાજા થઇને ઘરે ગયા છે, એમ ડો. દક્ષા શાહે જણાવ્યું હતું.

આજે ૧૧ દરદી મૃત્યુ પામ્યા હતા. એમાં સાત પુરુષ અને ચાર મહિલાનો સમાવશ થાય છે. ૧૧ મૃત પૈકી ૮૦ વર્ષનો એક વૃદ્ધ દરદી હતો. ૪૦ વર્ષની નીચેનો એક દરદી હતો. બાકીના નવ દરદી ૪૦થી ૬૦ વર્ષની વચ્ચેના હતા, એમ ડો. શાહેએ જણાવ્યું હતું.

મુંબઇ સહિત દેશભરમાં કોરોના ગ્રસ્તોની સંખ્યામા ધરખમ વધારો થાય છે. દેશમાં સૌથી વધુ  દરદી મુંબઇમા  છે. એટલે કે મુંબઇ શહેર કોરોના આંતકથી ઘેરાયેલુ છે. એમાં હોટસ્પોટ ધારાવી બની ગયો છે. જે ઠેકાણે દરદી નોંધાય ત્યાંનો પરિસરને સીલ કરી દેવાય છે, એમ ડો. શાહેએ ઉમેર્યું હતું.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cX8bqX
via Latest Gujarati News

Post a Comment

0 Comments