
મુંબઇ, તા.24, એપ્રિલ, 2020, શુક્રવાર
આથક પ્રવૃત્તિઓ ફરીથી શરૃ કરવા માટેના એક ગંભીર પ્રયાસમાં ૧૧ સભ્યોની નિષ્ણાત સમિતિએ મહારાષ્ટ્રમાં કોરોનાના વધુ દરદીઓ તથા તેમના ગાઢ સંપર્કમાં આવેલા લોકો (ક્લોઝ કોન્ટેક્ટ) હોય તેવા પાંચ હોટસ્પોટ તથા કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાંથી લોકડાઉન ઉઠાવી લેવા નક્કર ભલામણ કરી છે. ઉલ્લેખનીય છે કે આ સમિતિની નિમણૂંક મહારાષ્ટ્ર સરકારે કરી હતી.
અર્થતંત્રને ફરી બેઠું કરવા માટે ભલામણો કરવા વર્તમાન તથા નિવૃત્ત અમલદારોની આ સમિતિની રચના ૧૫ દિવસ અગાઉ કરવામાં આવી હતી. સમિતિએ ગઇકાલે ગુરુવારે મળેલી તેની બેઠકમાં જણાવ્યું હતું કે રાજ્યનાં ૩ હજાર ગામડાંમાથી માત્ર ૫૦ ગામડાંમાં જ કોરોનાવાઇરસ (કોવિડ-૧૯)ની બિમારી છે. આ જોતાં, ગ્રામીણ તથા અર્ધ શહેરી વિસ્તારોમાં આથક કામકાજ વહેલી તકે શરૃ કરવામાં આવે તે જરૃરી છે.
સમિતિએ વધુમાં ભલામણ કરી છે કે રાજ્યમાં માર્ચ અને એપ્રિલમાં રૃ. ૫૦ હજાર કરોડથી પણ અધિક રકમની છૂટ પડેલી જ છે. તથા લોકડાઉનને કારણે રાજ્ય સરકારની મહેસૂલી આવક સ્થગિત થઇ ગઇ છે ત્યારે તેણે કેન્દ્ર સરકાર અથવા રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે રૃ. ૫૦ હજાર કરોડની માગણી કરવી જોઇએ.
કર્મચારીઓના પગાર, પેન્શન તથા વિશેષ કરીને કોરોનાની મહામારી દરમિયાન તબીબી સાધનસામગ્રી ખરીદવા અને તાકીદની પરિસ્થિતિની અન્ય જરૃરિયાતો માટે સરકારને તાત્કાલીક નાણાની જરૃર સમિતિએ એવી પણ ભલામણ કરી છે કે સરકારે ઓપન માર્કેટમાંથી ણ (દેવું કરીને) લઇને રૃ. ૬૦ હજાર કરોડની વ્યવસ્થા કરવી પડશે.
અત્યાર સુધીમાં નોંધાયેલા કોરોનાના કેસ પૈકીના ૯૦ ટકા કેસ માત્ર મુંબઇ તથા પુણે મેટ્રોપોલિટન રીજન, નાગપુર, નાસિક, માલેગાવ તથા કેટલાક જ ગામડાંમાથી નોંધાયા ચે. ૪૩ હજાર ગામડાં પૈકીના ૪૨,૯૫૦ ગામડાનાં લોકો બિનજરૃરી પણે કોરોનાના ફફડાટમાં જીવે છે. તાત્કાલિક લોક ડાઉન પાછો ખેંચી લઇ અર્થતંત્રને ફરીથી ધબકતું કરવું જરૃરી છે. એમ સમિતિના એક સભ્યે કહ્યું હતું.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VYNXWy
via Latest Gujarati News
0 Comments