લોટની ચક્કી, દાળ મિલ, પંખાની દુકાનો શરૃ કરવાની, છૂટ સરકારી આદેશ બહાર પાડવામાં આવ્યો



(વિશેષ પ્રતિનિધિ) મુંબઈ,તા.24 એપ્રિલ, 2020, શુક્રવાર

 કોરોના ઉર્ફે કોવિડ-૧૯આ વૈશ્વિક મહામારીના વિરોધમાં જે યુદ્ધ કેન્દ્ર અને રાજ્ય સરકારે શરૃ ક્યું છે. અમે એના માટે જે લોકડાઉન ચાલુ છે. એ લોકડાઉન મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરે બે દિવસ પહેલા વધુ કડક કરવાનો નિર્ણય જાહેર કર્યો.  પણ લોકોની જરૃરિયાતો તરફ ધ્યાન દેવામાં આવે તો આ લોકડાઉનમાંથી બ્રેડ ફેકટરી, દુધ પ્રક્રિયા પ્રકલ્પ, પેક હાઉસ, દાળ મિલ, ધઉં અનાજ દળવાની ચક્કી, બીયા અને ફળ ઉત્પાદનની ચકાસણી અને સારવાર સુવિધાઓની આયાત નિયતિ, વરિષ્ઠ નાગરિકોની દેખરેખ કરતા કેસર ટેકર અને કર્મચારીઓને તેમજ મુંબઈ, પુણે અને પિંપરી ચિંચવડ આ મહાપાલિકા કમિશનરે મંજૂી આપવામાં આવેલા  મેટ્રો રેલવેના  કામો અને અન્ય ચોમાસા પૂવેના કામોને છૂટ આપવામાં આવી છે.

રાજ્ય સરકારે આ અંગે આજે જારી કરેલા આદેશમાં અમુક વાતોને રાહતી છૂટ આપવામાં આવી છે. જેમાં દાળ મિલ, લોટ માટેની ચક્કી, પંખાની દુકાનો, વૃક્ષ લાગવડ, મદ્યુમાખી વસાહ,ત, મદ્ય અને એ સંબંધના ઉપાદનોની રાજ્ય અને આંતરરાજ્ય વાહતુક બ્રેડ ફેકટરીનો સમાવેશ છે. એ સિવાય વહિીવટભાડાના  કાર્યાલયો સાથે વર્ગીકરણ, વૃક્ષારોપણ સંબંધિત કામોને પણ છૂટ આપવામાં  આવી છે. કેન્દ્ર સરકારે આપેલા ગાઈડ લાઈન મુજબ ભારતનાબંદરોમાં સમુદ્રી ડહાજની અવરજવરને પરવાનગી આપવામાં આવી છે. સરકારના તમામ નિયમોનું અનુસરણ કરવાની સૂચનાઓ પણ આપી છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VUHrjP
via Latest Gujarati News

Post a Comment

0 Comments