
મુંબઈ,તા.24, એપ્રિલ, 2020, શુક્રવાર
મહારાષ્ટ્ર રાજ્યના વરિ નાગરિકો, વિધવાઓ, અનાથ અને દિવ્યાંગ સહિત વંચિત વર્ગના આશરે ૩૫ લાખ લોકોને વિવિધ સ્કીમ હેઠળનું ત્રણ મહિનાનું પેન્શન એક સાથે જ બે દિવસમાં આપી દેવામાં આવશે. રાજ્ય સરકારે આ નિર્ણય લીધા બાદ રાજ્યના નાણા વિભાગે ૧,૨૫૭ કરોડ રૃપિયા આ પ્રોજેક્ટ માટે મંજૂર કર્યા છે.
સામાજિક ન્યાયમંત્રી ધનંજય મુંડેએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તેમજ નાણામંત્રી અજીત પવાર સામે આ સંબંધિત પ્રસ્તાવ મૂક્યો હતો, જેમણે મંજૂરીની મહોર મારી છે. સરકાર આ રકમ સીધી લાભાર્થીઓના ખાતામાં જમા કરશે. બે રાજકીય સ્કીમ અંતર્ગત રાજ્ય સરકાર દર મહિને ૨૩ લાખ લાભાર્થીઓને પ્રત્યેકે ૧,૦૦૦ રૃપિયા આપે છે. ઉપરાંત રાજ્ય ત્રણ કેન્દ્રીય યોજનાઓ માટે પણ પોતાનો હિસ્સો ચૂકવે છે. નિવૃત્ત, વિધવા મહિલાઓ અને દિવ્યાંગો માટેના પેન્શન સહિત અન્ય બે યોજનાઓ તરફ પણ તે સૂચક છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3527wl4
via Latest Gujarati News
0 Comments