અમિતાભ બચ્ચને કોરોના વોરિયર્સ માટે શ્રી ગણેશની આકૃતિ બનાવી


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 22 એપ્રિલ 2020, બુધવાર

કોરોના વાયરસના બચાવ માટે દેશમાંલોકડાઉન ચાલીરહ્યો છે. દેશની આવી વિપરીત પરિસ્થિતિમાં પોલીસ, ડોકટર્સો, નર્સ, સફાઇ કર્મચારીઓ કોરોના વોરિયર્સ બન્યા છે. સદીના મહાનાયક અમિતાભ બચ્ચને પોતાના અલગ જ અંદાજમાં તેમનો આભાર માન્યો છે. 

અમિતાભે સોશિયલ મીડિયા પરના પોતાના અકાન્ટ પરથી એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં નર્સ, ડોકટર, પોલીસ, સફાઇ કર્મચારી,અને અગ્નિશામક જેવા શબ્દોનો ઉપયોગ કરીને ભગવાની શ્રીગણેશની સુંદર આકૃતિ મુકી છે. આ તસવીરમાં ખાસ કરીને ડાકટરોને ભગવાન તરીકે જણાવ્યા છે. તેમણે આ તસવીર શેર કરવાની સાથે સાથે આ લોકોનો આભારમ ાન્યો છે. 

ફ્રન્ટલાઇન વર્કસ એવું કેપ્શન પણ અમિતાભે તસવીર સાથે મુક્યું છે. આ સાથે તેમણે ડોકટર્સ અને નર્સોને સામાજિક યોદ્ધા ગણાવ્યા છે. હું તમને સર્વોને નમન કરું છું. કોણ કહે છે કે ભગવાન નથી મળતા ? હોસ્પિટલમાં જઇને જુઓ..આપણે ભગવાનના સ્વરૂપને ઓળખવું પડશે. 

અમિતાભની આ પોસ્ટ યુઝર્સને પસંદ આવી રહી છે. કોરોના વાયરસના પ્રકોપ સામે આર્થિક સહાયની સાથેસાથે પીઢ અભિનેતા સોશિયલ મીડિયા પર સતત જાગરૂકતા ફેલાવી રહ્યા છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2S0BVuH
via Latest Gujarati News

Post a Comment

0 Comments