અંતિમ ક્રિયામાં ૧૦૦ લોકો સામેલ થયા બાદ મૃતકનો કોરોના પોઝિટિવ આવતાં ખળભળાટ



મુંબઈ,તા.22 એપ્રિલ, 2020, બુધવાર

પહેલાં સ્લેબનો રિપોર્ટ નેગેટિવ આવ્યાબાદ ઔરંગાબાદની ૭૬ વર્ષીય વૃદ્ધાનું મંગળવારે સવારે મૃત્યુ થયું હતું.  તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યા  તેના અંતિમસંસ્કારમાં ૧૦૦થી વધારે લોકો ઉપસ્થિત રહ્યા હતા. અને પ્રેકટીકલ મુજબની પણ કોઈજ તકેદારી લેવાઈ નહોતી પરંતુ બીજા સ્વેબ  રિપોર્ટમાં   તેનો રિપોર્ટ પોઝિટીવ આવતા પ્રશાસનની ચિંતા વ્યાપી છે.

આ વૃદ્ધા મુંબઈથી પાછી ફરીહતી રોજ તાવ અને દમને કારણે બેભાન થઈ જતા તેને નજીકની હોસ્પિટલમાં  દાખલ કરાઈ હતી અને ઓક્સિજન અપાયું હતું અને કોરોનાના લક્ષણો જણાતા તેને સારવાર માટે કોવિડ ઈમારતના આયસીયુમાં મોકલી દેવાઈ હતી  તે દિવસે લેવાયેલા સ્વેબ ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો  પરંતુ તબિયતમાં સુધારો ન જણાતા તેનો બીજો ટેસ્ટ લેવાયો હતો. પરંતુ તેનો રિપોર્ટ આવ તે પહેલાં વૃદ્ધાનું મૃત્યુ થતા લગભગ ૧૦૦ જણાએ મળીને તેના અંતિમસંસ્કાર કર્યા હતા.

જેમાં કોઈ જ પ્રોટોકોલનું પાલન કરાયું નહોતુ જોકે હવે આવેલા રિપોર્ટમાં તે કોરોના પોઝિટિવ હોવાની બાબતથી ખળભળાટ મચ્યો છે. બાયલેટરલ ન્યુમોનિયા વીથ હાયપરટેન્શન અને એકયુટ રડિપરેટરી ડિસ્ટ્રેસ વિંદ્રોઅથી તેનું મૃત્યુ થયું હોવાની માહિતી હોસ્પિટલ ઓથોરિટીએ આપી હતી. અંતિમ ક્રિયામાં સહભાગી થયેલા બધાજ ૧૦૦ જણને ક્વોરંટાઈન કરવાની પ્રક્રિયા ઔરંગાબાદ પાલિકાએ શરૃ કરી દીધી છે.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2S1Nd1T
via Latest Gujarati News

Post a Comment

0 Comments