
મુંબઈ,તા.22, એપ્રિલ, 2020, બુધવાર
લોકડાઉનના પાલન માટે દિવસ-રાત ખડેપગે ફરજ બજાવતા પોલીસો પણ કોરોનાના સપાટામાં આવતા ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રના ૬૪ પોલીસો કોરોનાગ્રસ્ત બન્યા છે.
આધારભૂત સૂત્રોના જણાવ્યાનુસાર, કોરોનાગ્રસ્ત પોલીસોમાંથી ૩૪ મુંબઈના છે. છે. આમ સમગ્ર રાજ્યમાં વધુમાં વધુ પોલીસ મુંબઈ-થાણેમાં વાઈરસના સપાટામાં આવ્યા છે.
લોકો લોકડાઉનનો ભંગ ન કરે તે માટે સતત રસ્તા ઉપર જાપ્તો રાખતા તેમજ જે હોટ-સ્પોટ સીલ કરવામાં આવ્યા છે. ત્યાં અવરજવર રોકવાની કામગીરી બજાવતા આ તમામ પોલીસો વાઈરસથી બચી શકે માટે તેમની સલામતીના પગલાં લેવા સરકારને અનુરોધ કરવામાં આવ્યો છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RX8cTG
via Latest Gujarati News
0 Comments