વરુણ ધવને પણ ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા પાંચ લાખ મજૂરોને મદદ કરી


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 26 એપ્રિલ 2020, રવિવાર

કોરોના જંગ સામે લડવા અને સુરક્ષિત રહેવા માટે જરૂરિયાતમંદોને સહુ કોઇ યથાશક્તિ મદદ કરી રહ્યા છે. વિદ્યા બાલન પણ આ સહકાર્યમાં આગળ આવી છે. તેણે ડોકટર્સ અને હેલ્થ કેર વર્કર્સો માટે ૧૦૦૦ પીપીઇ કિટનું દાન આપ્યું છે. વિદ્યાએ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી આ વાતની જાણકારી આપી હતી. આ ઉપરાંત તેણે અન્યોને પણ સહાયતા કરવા આગળ આવવા વિનંતી કરી છે. 

આ ઉપરાંત તે સેલિબ્રિટિ શાઉટ-આઉટ પ્લેટફોરમ ટ્રિંગ સાથે મળીને વધારાની ૧૦૦૦ પીપીઇ કિટ પ્રદાન કરવાના ફંડ મેળવવા  માટે દ્રશ્યમ ફિલ્મસના મનીષ મુંદ્રા અને ફોટોગ્રાફર, સહ-ફિલ્મ નિર્માતા અતુલ કસ્બેકર સાથે મળીને કામ કરી રહી છે. 

વરુણ ધવને પણ પોતાના જન્મદિવસે ફિલ્મ  અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા  પાંચ લાખ દૈનિક વેતન ધારીઓને આર્થિક સહાય કરી છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/358woYp
via Latest Gujarati News

Post a Comment

0 Comments