અમિતાભ બચ્ચનના ઘરમાં ચામાચિડિયું ઘૂસી ગયું


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. ૨૬

અમિતાભ બચ્ચન લોકડાઉનના કારણે ફુરસદમાં હોવાથી સોશિયલ મીડિયા પર નિયમિત પોસ્ટ મુકી રહ્યા છે. તેમણે ઇન્સ્ટાગ્રામના પોતાના અકાઉન્ટ પર બ્રેકિંગ ન્યુઝ શેર કરીને લોકોના હાલચાલ પુછ્યા. 

અમિતાભે સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકીને જણાવ્યું છે કે, મારા રૂમની બારીમાથી એક ચામાચિડિયું  રૂમમાં ઘૂસી ગયું છે. તેમણે આ પોસ્ટ સાથે કેપ્શન મુક્યું છે કે, બ્રેકિંગ ન્યુઝ. અત્યારના આ મહત્વના ન્યુઝ...એક ચામાચિડિયું હમણાં જ મારા રૂમમાં...જલસા બંગલાના ત્રીજા માળે ઘૂસી ગયું છે.

આ પહેલા કદી મારા ઘરમાં કે મારા રૂમમાં ચામાચિડિયું જોવામળ્યું નથી. તેને અમારું જ ઘર મળ્યું,કોરોના તો પીછો જ નથી છોડતો. ઊડી ઊડીને ઘરમાં પણ ઘુસવા લાગ્યું. અમિતાભે સોશિયલ મીડિયા પર ઘરમાં ચામાચિડિયું ઊડી રહ્યું છે તેની તસવીર પણ શેર કરી છે.  જયા બચ્ચન હાલ દિલ્હીમાં લોકડાઉનના કારણે ફસાઇ ગયા છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2W3Aehd
via Latest Gujarati News

Post a Comment

0 Comments