3મેના રોજ યોજાનારો નેશનલ ફિલ્મ એવોર્ડસ અનિશ્ચિત મુદત સુધી મુલત્વી રહેશેે


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. ૨૬

કોવિડ ૧૯ના ઉપદ્રવને કારણે હાલ વિશ્વભરમાં  યોજાનારી ઇવેન્ટ રદ થઇ રહી છે. તેમાં હવે નેશનલ ફિલ્મ એવોર્ડસનો પણ સમાવેશ થયો છે. દર વરસે આ માનનીય સમ્માન આપતો એવોર્ડસ ૩મેના યોજાતો હોય છે, પરંતુ હવે અનિશ્ચિત મુદતને કારણે લંબાવામાં આવ્યો છે. 

૨૦૧૨ની સાલમાં જ નેશનલ ફિલ્મ એવોર્ડસ માટે ૩મે તારીખે જ આ સમારંભ યોજાશે તેની ઘોષણા કરવામાં આ વીહતી. 

પરંતુ આ વરસે આ તારીખ લોકડાઉનના ્સમયમાં આવી રહી હોવાથી યોજાવાની કોઇ શક્યતા જ નથી. 

જોકે આ અંગે  સરકાર તરપથી કોઇ સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી. નેશનલ ફિલ્મ એવોર્ડસના ગયા વરસના જ્યુરી ફિલ્મસર્જક રાહુલ રવૈલે જણાવ્યું હતું કે, આ વરસે હજી જ્યુરીની નિમઊંક થઇ નથી. સરકાર લોકડાઉનના કારણે આ વિશે કોઇ નિર્ણય લઇ શક્યા નથી. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VEtoQh
via Latest Gujarati News

Post a Comment

0 Comments