નવી દિલ્હી, તા. 3 એપ્રિલ 2020 શુક્રવાર
કોરોના વાઈરસના કહેર વચ્ચે ગુગલ ડૂડલનો નવો અવતાર સામે આવ્યો છે. કોરોનાથી બચવા માટે ગુગલે ડૂડલ દ્વારા ટિપ્સ આપી છે. સમગ્ર દુનિયામાં કોરોનાથી મૃત્યુ પામનારની સંખ્યા 53000એ પહોંચી છે. 10 લાખથી વધારે લોકો આની ઝપેટમાં આવી ચૂક્યા છે.
કોરોનાથી દુનિયામાં મચેલા કહેર વચ્ચે ગૂગલે ડૂડલ બનાવીને આનાથી બચવાની રીત સમજાવી છે. ગૂગલે એક ખાસ ડૂડલ બનાવીને સંદેશ આપ્યો છે કે લોકો ઘરમા જ રહે અને જીવન બચાવે.
ગૂગલે જે ડૂડલ બનાવ્યુ છે તેના દરેક અક્ષર ઘરની અંદર રહેવા દરમિયાન સકારાત્મક ક્રિયામાં પ્રવૃત રહેવાનો સંદેશ આપે છે. જેમાં ગિટાર વગાડવુ, પુસ્તકો વાંચવી, કસરત કરવી, સ્વજનો સાથે વાત કરવી વગેરે સંદેશ આપ્યો છે. ગુગલ ડૂડલને ક્લિક કરવા પર આ Coronavirus tips પેજ પર રિડાયરેક્ટ કરે છે. જેમાં લોકોને સંદેશ આપવામાં આવ્યો છે કે તે કોવિડ 19ને રોકવા માટે આ મહત્વની ટિપ્સ ફોલો કરે.
કોરોના વાઈરસને ફેલાવવાથી રોકવામાં આ મદદ કરો
1. ઘરે રહો
2. અંતર બનાવીને રાખો
3. હાથોને સ્વચ્છ રાખો અને વારંવાર ધોતા રહો
4. ખાંસી આવે તો ધ્યાન રાખો કે કોઈ તેની ચપેટમાં ના આવે
5. તબિયત ખરાબ હોવા પર તરત જ હેલ્પલાઈન પર ફોન કરો.

Google Doodle ના આ પેજ પર કોરોના વાઈરસ જેવી મહામારીને લઈને ઘણી વાતો જણાવાઈ છે. Google Doodle અનુસાર આ વાઈરસને ખતમ કરવા માટે હાલ કોઈ પ્રકારની દવા બની નથી. જેથી આપ સુરક્ષિત રહીને જ આને ફેલવાથી રોકવામાં મદદ કરી શકો છે.
- પોતાના હાથ નિયમિત રીતે સાબુ અને પાણીથી ધુઓ, સાથે જ સેનિટાઈઝરની મદદથી આને સ્વચ્છ રાખો
- ખાંસી કે છીંકતી વખતે પોતાના નાક અને મોં ને કોઈ ટિશ્યુ પેપર અથવા કોણીને મોઢા પર રાખો. હાથને સીધો મો પર ના લઈ જાઓ નહીંતર સંક્રમણ ફેલાવવાનું જોખમ રહે છે.
- દર્દીઓથી એક મીટર અંતર જાળવીને રાખો
- જો આપનું સ્વાસ્થ્ય સારૂ નથી તો અન્ય લોકોથી દૂર રહો અને ઘરે એકાંતમાં રહો.
- જો આપના હાથ સ્વચ્છ નથી તો મોં, નાક અને આંખને તેનાથી લૂછશો નહીં.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ywCZjh
via Latest Gujarati News
0 Comments