
મુંબઇ, તા.28, એપ્રિલ, 2020, મંગળવાર
મુંબઇ મહાનગર પાલિકા ક્વોરન્ટાઇનની રેસિડેન્શિયલ (ઘરધરાઉ) વ્યવસ્થા તથા ઇન્સ્ટિટયુશનલ (શાસકીય) કેન્દ્રોનો સમાવેશ કરતા કન્ટેનમેન્ટ ઝોન (અવરજવર પર નિયંત્રણવાળા વિસ્તારો)માંથી દરરોજ સરેરાશ ૩૭ ટન કચરો એકત્રીત કરે છે ત્યારે ઉલ્લેખનીય છે કે મુંબઇમાં કોરોના વિષાણુના ફેલાવાને પગલે કચરાના નિકાલની વ્યવસ્થામાં ફેરફાર થયો છે.
કન્ટેનમેન્ટ ઝોનમાંથી એકત્રીત કરાતા કચરામાંનો મોટા ભાગનો ઘરગથ્થુ કચરો હોય છે. પરંતુ આમાં થોડા પ્રમાણમાં પણ બાયોમેડિકલ કચરો હોય. તો તેનો નિકાલ વૈજ્ઞાાનિક રીતે કરવો જરૃરી બને છે. ત્યારે આક્ષેપે તો એવા કરવામાં આવે છે કે કોરોના સંક્રમિત ઝૂંપડપટ્ટીઓનો કચરો ટ્રીટમેન્ટ (હાનિકારકતા ઓછીકરવા માટેની પ્રક્રિયા) કર્યા વગર કે તેનુ વર્ગીકરણ કર્યા વગર સીધેસીધો ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ઠાલવવામાં આવે છે.
પાલિકાના જણાવ્યા મુજબ કોરોનાનો રોગચાળો ફેલાયો તે સાથે એપરિલની દસમીથી ૨૩મી તારીખ દરમિયાન ઘરઘરાઉ ક્વોરન્ટીન વિસ્તારોની સંક્યા ૩૫૪થી વધીને ૭૧૯ની જ્યારે શાસકીય ક્વોરન્ટીન કેન્દ્રોની સંખ્યા ૬૦થી વધીને ૧૪૩ની થઇ હતી. પરંતુ ક્વોરન્ટીન વિસ્તારોમાં મેડિકલ કચરાનું પ્રમાણ ૧૧૦૪ કિલોગ્રામથી ઘટી ૭૯૧ કિ.ગ્રા. થયું હતું. જ્યારે રાબેતા મુજબનો ઘરગથ્થુ કચરો ૪૩ ટનથી ઓછો થઇ ૩૮ ટન થયો હતો જોકે, કોરોનાના હોટસ્પોટ (કેસ વધુ હોય તેવા વિસ્તારો)માં નોંધપાત્ર પ્રમાણમાં કચરો પેદા થાય છે.
હોસ્પિટલો અને નસગ હોમ્સના બાયોમેડિકલ કચરાનો નિકાલ સામાન્ય રીતે ભઠ્ઠીમાં બાળી નાખીને કરવામાં આવે છે. જ્યારે રાબેતા મુજબનો કચરો ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ઠાલવવામાં આવે છે. પરંતુ હવે લોકડાઉન દરમિયાન ક્વોરન્ટીન વિસ્તારોના મેડિકલ વેસ્ટ ભઠ્ઠીમાં બાળી નાખવા ઉપરાંત રાબેતા મુજબના કચરાને દાટી દેઇને કે તેના પર રસાયણો છાંટી નિકાસ કરાય છે.
અનેક કન્ટેનમેન્ટ ઝોનમાં મેડિકલ કચરો રાબેતા મુજબના કચરાથી અલગ કરાતો ન હોવાથી કચરો એકઠો કરવામાં તથા તેનો નિકાલ કરવામાં જોખમ હોવાનો એકરાર એક અધિકારીએ કર્યો હતો
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KJITjS
via Latest Gujarati News
0 Comments