વડાપ્રધાન ઈમરાન ખાનને ક્વોરન્ટાઈન કરાયા, પાકિસ્તાન સરકારમાં દોડધામ મચી ગઈ


- ૧૫મી એપ્રિલે ઈધી ફાઉન્ડેશનના ચેરમેન ફૈઝલ ઈધીએ વડાપ્રધાન ઈમરાન ખાનને મળીને કોરોના સામેની લડત માટે ૧ કરોડ રૂપિયા દાનમાં આપ્યા હતાં  

ઈસ્લામાબાદ, તા. 21 એપ્રિલ 2020, મંગળવાર

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન ઉપર કોરોનાનું જોખમ મંડરાઈ રહ્યું છે. ઈમરાન ખાનને મળીને હાથોહાથ ચેક આપનારા સામાજિક કાર્યકર ફૈઝલ ઈધીને કોરોના થયો છે. ઈધીનો રીપોર્ટ પોઝિટિવ આવ્યા પછી ઈમરાન ખાનને ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. ઈમરાનના રીપોર્ટની વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન ઉપર કોરોનાનું જોખમ મંડરાઈ રહ્યું છે. પાકિસ્તાનના વિશ્વવિખ્યાત સેવાભાવી સામાજિક કાર્યકર અબ્દુલ સતારના પુત્ર અને ઈધી ફાઉન્ડેશનના ચેરમેન ફૈઝલ ઈધીનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ ફૈઝલ ઈધી ગત ૧૫મી એપ્રેલિ જ વડાપ્રધાન ઈમરાન ખાનને મળ્યા હતા અને રુબરુ મળીને કોરોના સામેના જંગમાં એક કરોડ રુપિયાનું દાન આપ્યું હતું.

ઈમરાનને મળ્યા પછી તુરંત જ ફૈઝલ બીમાર પડયા હતા અને તેમનો કોરોના રીપોર્ટ કરાયો હતો. ફૈઝલનો કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવતા પાક. સરકારમાં દોડધામ મચી ગઈ હતી. ઈમરાન ખાનને રૂબરૂ મળેલા ફૈઝલથી ઈમરાન ખાનને પણ કોરોના થવાની શક્યતા હોવાથી તુરંત વડાપ્રધાનને ક્વોરન્ટાઈન કરાયા હતા.

પાકિસ્તાનના પીએમ છેલ્લા ંદિવસોમાં કોને કોને મળ્યા તે બાબતે અહેવાલ શરુ થયો છે. ઈમરાનનો રીપોર્ટ થશે. જોકે, હજુ સુધી પાકિસ્તાની સરકારે એ રીપોર્ટ અંગે કોઈ સ્પષ્ટતા કરી ન હતી. પાકિસ્તાનમાં કોરોનાના મુદ્દે ઈમરાન ખાન બેપરવાહ છે એવો આરોપ વિપક્ષી નેતાઓ કરતા આવ્યા છે. બરાબર એ જ સમયે ઈમરાન ખાનને ક્વોરન્ટાઈન થવું પડયું છે.

પાકિસ્તાનમાં રીપોર્ટ બહુ જ ઓછા થવાની ફરિયાદ વચ્ચે પણ લગભગ ૧૦ હજાર લોકોને કોરોના થયો છે. ૧૮૦ જેટલા લોકોના મોત થયા છે. સરકારે શરૂઆતથી જ ઢીલી નીતિ અખ્ત્યાર કરી હોવાનો આરોપ લાગ્યો હતો. ઈધી ફાઉન્ડેશન પાસે એમ્બ્યુલન્સનું સૌથી મોટું નેટવર્ક છે. એ નેટવર્કનો લાભ કોરોના વખતે તે માટે જ ઈમરાન ખાને ફૈઝલ સાથે બેઠક કરી હતી એવું પણ કહેવાય છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3btb3ez
via Latest Gujarati News

Post a Comment

0 Comments