
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.21 એપ્રિલ, 2020, મંગળવાર
કોરોનાના પગે લોકડાઉનહોવા છતાં મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈનો મહત્વાકાંક્ષી કોસ્ટલ રોડના નિર્માણના કામ માટે ચીનથી લાવવામાં આવનારી દેશની સૌથી મોટી ટર્નલ મશીન આજે મુંબઈના બંદરે દાખલ થઈ છે. આથી હવે કોસ્ટલ રોડનું કામ પૂર્ણ થશે એવો દાવો પાલિકાના અધિકારીએ કર્યો હતો.
અનેક છૂટા પાર્ટમાં આવેલા મહાકાય ન્નલ મશીનનું વજન ૨૨૦૦ ટન છે. પ્રિન્સેસ સ્ટ્રીટ પુલથી વરલી-સી લિંક સુધીના ૯.૯૮ કિ.મી.ના માર્ગ ધરાવતા કોસ્ટલ રોડમાં કુલ ૩.૪૫ કિ.મી. ટર્નલ ખોદવામાં માટે આ મહાકાય મશીનનો ઉપયગો કરાશે.
મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેના સંકલ્પનાથી અને મુંબઈમાં ટ્રાફિક વેગવાન કરવા ૧૩ હજાર કરોડ રૃપિયા ખર્ચ કોસ્ટલ રોડનું કામ ૧૩ ઓકટોબર ૨૦૧૮ના રોજ શરૃ કરાયું છે. આ દરમિયાન થોડાક સમય અડચણ ઊભી થઈ હતી. તે દૂર કરીને ફરી કામ શરૃ થતાં અત્યાર સુધી ૯ ટકા કામ પૂર્ણ થયું છે.
કોરોનાના પાર્શ્વભૂમિ પર સુરક્ષાના સર્વ નિયમ પાળીને કોસ્ટલ રોડનું કામ શરૃ રાખ્યું છે. સુરક્ષિત અંતર, માસ્કનો વપરાશ તેમ જ જંતુરહિત કરણનો કઠોર રીતે પાલન કરાય છે. એમ પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3btdsWx
via Latest Gujarati News
0 Comments