
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ તા.21 એપ્રિલ, 2020, મંગળવાર
સંસર્ગજન્ય બીમારીના સારવાર માટે ઓળખાતી કસ્તુરબા હોસ્પિટલના કોરોના દરદી પર સારવાર શરૃ છે. આજ સુધી કસ્તુરબા હોસ્પિટલથી કોરોના દરદી સારવાર લઇને સાજા થયેલા ૧૦૦ જણને ડિસ્ચાર્જ આપાયા છે. ડોકટર, નર્સ, અને વોર્ડબોય દ્વારા સખત કરાતા પ્રયત્નના કારણે કસ્તુરબા હોસ્પિટલમાં દરદીઓ ઝડપથી સાજા થતા હોવાનું દેખાય છે.
માર્ચ મહિનાના બીજા અઠવાડિયાથી મુંબઇ મહાનગર પાલિકાની હદમાં કોરોના કોવિડ-૧૯ પ્રથમ દરદી નોંધાયો હતો. ત્યારથી આજ સુધી કસ્તુરબા હોસ્પિટલમાં કોરોનાના દરદી પર સારવાર અપાય છે. અહીં આરોગ્ય સ્ટાફ દિવસ-રાત સારવાર આપી રહ્યા છે.
કસ્તુરબા હોસ્પિટલમાંથી આજ સુધી ૧૦૦ દરદી સાજા થઇને ઘરે ગયા છે. આમાં ૬૦ પુરુષ અને ૪૦ મહિલાનો સમાવેશ થાય છે. આમાં ૬૦વર્ષથી વધુ ઉંમરના ૨૪ સીનીયર સીટીજન હતા અને એકદમ સાજા થઇ ઘરે જનારામાં ૧૦ વર્ષની નીચેના ૭ બાળકોનો સમાવેશ થાય છે.
સાજા થયેલા દરદીઓને ફૂલ આપીને અને તાળીયો વગાડીને સ્વાગત કરીને ઘરે મોકલવામાં આવે છે. એટલે કે દરદીઓને આનંદમય બનાવવામાં આવે છે. આ દરદીઓ તે વેળા હોસ્પિટલના ડોકટર, નર્સ અને વોડબોય સહિત સર્વ કર્મચારીઓને દિલથી આભાર માને છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2zfAS3y
via Latest Gujarati News
0 Comments