
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.21, એપ્રિલ, 2020, મંગળવાર
મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસનો ચેપના રોગચાળો બેકાબૂ બનતો જાય છે. સરકાર દ્વારા કરાતા અથાક પ્રયાસ છતાં કોરોના નિયંત્રણમાં આવતો ન હોવાથી રાજ્યના આરોગ્ય વિભાગ અવઢવમાં મૂક્યો છે. મુંબઇ, પુણે, વિસ્તારમાં સતત કોરોના દરદીની સંખ્યામાં નોંધપાત્ર વધારો થતો હોવાથી પાલિકા ચિંતિત બની ગઇ છે. રાજ્યમાં આજે નવા ૫૫૨ કોરોના દરદી નોંધાતા આથી મહારાષ્ટ્રમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૫૨૧૮ એટલે કે પાંચ હજારનો આંકડો પાર થયો છે. જ્યારે મુંબઇમાં કોરોના દરદીની સંખ્યા ૩૪૫૧ છે. જે રાજ્યના કુલ દરદી પૈકી લગભગ ૭૦ ટકા દરદી મુંબઇના છે. મુંબઇ પુણે અત્યારે હોટ સ્પોટ છે. એટલે કે કોરોના આતંકનો બોમ્બ પર છે.
આજે ૧૯ દરદી મૃત્યુ પામ્યા હતા. આથી મહારાષ્ટ્રમાં મરણાંક ૨૫૧ થયો છે. જ્યારે રાજ્યમાં ૧૫૦ દરદી સાજા થતા અત્યાર સુધી ૭૨૨ દરદી સાજા થઇ હોસ્પિટલથી ઘરે જવાની રજા અપાઇ છે.
રાજ્યમાં આજે ૫૨૧૮ દરદીની સંખ્યા થઇ છે. એમાં મુંબઇમાં ૩૪૫૧ દરદી, થાણેમાં ૧૭૨, નવી મુંબઇમાં ૯૪, કલ્યાણ- ડોમ્બિવલીમાં ૯૩, મીરા-ભાઇંદરમાં ૮૧, વસઇ- વિરારમાં ૧૧૧ રાયગઢઃમાં ૧૬, પનવેલમાં ૩૪, માલેગાંવમાં ૮૫, પુણેમાં ૬૬૫, ઔરંગાબાદમાં ૩૫, સાગલીમાં ૨૬, લાતુરમાં ૧૨, યવતમાળમાં ૧૬, બુલઢાણામાં ૨૧, નાગપુરમાં ૮૨ અને અન્ય રાજ્યમાં ૧૫ દરદીનો સમાવેશ થાય છે.
રાજ્યમાં મૃતપામેલા ૧૯ પૈકી મુંબઇમાં ૧૨, પુણેમાં ૩, થાણેમાં ૬, સાંગલીમાં ૧ અને પિંપરી-ચિંચવડમાં ૧નો સમાવેશ થાય છે. આ મૃતકોમાં ૧૦ પુરુષ અને ૯ મહિલા હોવાનું રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું હતું.
દરમિયાન આજે એક જ દિવસમાં નવા ૩૫૫ કોરોનાના મળી આવતાં મુંબઇમાં ચિંતાનો વિષય બની ગયો છે. મુંબઇમાં કોરોનાગ્રસ્તો સંખ્યા વધીને ૩૪૪૫ દરદીનો સમાવેશ થાય છે. પાલિકાના આરોગ્ય વિભાગના ડેપ્યુટી હેલ્થ ઓફિસ ડો. દક્ષા શાહે જણાવ્યું હતું કે મુંબઇના નવા ૧૩૬ કોરોના દરદી નોંધાયા છે. તેમજ ખાનગી લેબોરેટરી દ્વારા ૧૪થી ૧૮ એપ્રિલ ૨૦૨૦ સુધી ૨૧૯ દરદી નોધ્યા હતા. આથી પાલિકાએ ૩૫૫ કરોના દરદી થયા છે. શહેરમાં આજે ૧૨ દરદી મૃત્યુ પામ્યા હતા. આથી મુંબઇમાં મરણાંક ૧૫૧ થયો છે. મૃતકોમાં પુરુષો ૭ અને મહિલા ૫ જણ મૃત્યુ પામ્યા હતા, એમ ડો. દક્ષા શાહેએ જણાવ્યું હતું.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RVfHKP
via Latest Gujarati News
0 Comments