પુણેના ૧૭ નર્સ અને ત્રણ તબીબ સહિત ૨૫ આરોગ્ય કર્મચારીને કોરોનાની અસર



મુંબઈ,  તા.21 એપ્રિલ, 2020, મંગળવાર

પુણેના એક ક્લિનિકમાં ૧૭ નર્સ ત્રણ તહીહ અને વોર્ડબોય સહિતના ૨૫ જણાને કોરોનાનો ચેપ લાગ્યો હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. આ પ્રકરણે હોસ્પિટલના અધિકારીએ માહિતી આપી હતી.

ઉલ્લેખનીય છે કે પુણેના આ ક્લિનિકમાં ૧૦૦૦ જણાના સ્લેબ ટેસ્ટ કરાયા હતા તેના રિપોર્ટ તાજેતરમાં જ બહાર આવ્યા હતા. તેમાંથી ૨૫ જણ પોઝિટિવ આવ્યા હોવાની માહિતી પ્રકાશમાં આવી છે. આરોગ્ય સેવકોને થયેલા સંસર્ગને પગલે ચિંતાનો માહોલ સર્જાયો છે.

મુંબઈ બાદ રાજ્યમાં સૌથી વધુ કોરોનાના દર્દીઓ પુણેના છે તેમાં પણ પિંપરી ચિંચવડમાં આ સંખ્યા વધારે છે. ગઈકાલે જ તેમાં ૮૭ નવા દરદીઓની નોંધ થઈ છે. પુણેની હાલની કોરોના પિડિયોની સંખ્યા ૭૫૬ પર સુધી પહોંચી છે. તેમાં પુણે શહેરમાં ૬૪૭, પિંપરી ચિંચવડમાં ૫૮ પુણે ગ્રામીણમાં ૨૪ અને પુણે કન્ટેન્ટમેન્ટ જિલ્લા હોસ્પિટલમાં ૨૩ જણનો સમાવેશ છે. ઉલ્લેખનીય છે કે તેની સામે અત્યાર સુધીમાં માત્ર ૧૩ દરદીઓ સાજા થઈ ઘરે પાછા ફર્યા છે.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bu651g
via Latest Gujarati News

Post a Comment

0 Comments