નવી દિલ્હી, તા.4 એપ્રિલ 2002, શનિવાર
ચલણી નોટો વડે નાક સાફ કરવાનો વિડિયો મુકનાર નાસિકના રહેવાસીને હવે જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે.
નાસિકના 38 વર્ષના વ્યક્તિએ નોટોથી નાક સાફ કરતો વિડિયો મુક્યો હતો અને સાથે સાથે ધાર્મિક કોમેન્ટ પણ કરી હતી. સોશ્યલ મીડિયામાં જોત જોતામાં આ વિડિયો વાયરલ થવા માંડ્યો હતો.કેટલાકે તો નાસિક પોલીસને પણ વિડિયો ટેગ કરીને કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.
નાસિક પોલીસ પણ આ વિડિયો જોઈને ચોંકી ઉઠી હતી.પોલીસે સૈયદ જમીલ સૈય્યદ નામના વ્યક્તિએ આ વિડિયો મુક્યો હોવાનુ શોધી કાઢ્યુ હતુ. પોલીસે ગુરુવારે મોડી રાતે આ વ્યક્તિની ઉશ્કેરણીજનક વિડિયો મુકવા માટે ધરપકડ પણ કરી છે.
પોલીસે કહ્યુ હતુ કે, આ વ્યક્તિની માલેગાંવમાંથી ધરપકડ કરવામાં આવી છે. તેને સાત એપ્રિલ સુધી રીમાન્ડ પર મોકલવાનો કોર્ટે આદેશ આપ્યો છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34bL6NG
via Latest Gujarati News
0 Comments