
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 25 એપ્રિલ 2020, શનિવાર
દર્શકોને સુખદ અને સ્વસ્થઅનુભવ કરાવા માટે ફિલ્મ પ્રોડકશન, ડિસ્ટ્રીબ્યુશન અને એક્સિબિશન વિભાગ વીડિયો કોન્ફર્નસ કરી રહ્યા છે. દર્શકોને થિયેટરો સુધી લાવવા માટે તેમનો આત્મવિશ્વાસ જીતવા માટે પ્રયાસ આદરી દેવાાં આવ્યા છે.
મળેલી જાણકારી મુજબ, લોકડાઉન ખુલ્યા પછી થિયેટરોને પૂરી સેફ્ટી મેઝર્સ ફોલો કરવા પડશે. જોકે હજી સુધી અમને આ માટે સૂચનો આપવામાં આવ્યા નથી. અમે જ ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી છે. જેમાં સોશિયલ ડિન્સન્ટસિંગ રાખવા માટે દર્શકોની વચ્ચેની સીટ છોડી દેવાાં આવશે. આ ઉપરાંત માસ્ક અને સેનિટાઇઝર કમ્પલસરી ક્રીને સ્ટાફને પીપીઇ કિટ ઉપલબ્ધ કરાવાની વાતચીત ચાલીરહી છે.
સિનેમાઘરના માલિકના પ્રમાણે, લોકડાઉન ખુલ્યા બાદ દેશભરના દર્શકોનો કોન્ફિડન્સ જીતવો એ અમારા માટે એક મોટો પડકાર હશે. દર્શકોના સ્વાસ્થય અને સુરક્ષા એ અમારી પ્રથમ પ્રાથમિકતા હશે. સ્ટાફને સેનિટાઝઝેશનની સાથેસાથે દરેકનું થર્મલ ચેકિંગ કરાવા માટેની વિચારણા પણ ચાલી રહી છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3eUfT6H
via Latest Gujarati News
0 Comments