શાહરૂખ ખાનની ચાર માળની ઓફિસ ક્વોરેન્ટીન સેન્ટરમાં ફેરવાઇ ગઇ


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 25 એપ્રિલ 2020, શનિવાર

કોરોના વાયરસના પ્રકોપ સામે લડવા માટે શાહરૂખ ખાન અને તેની પત્ની ગૌરીએ બૃહદ મુંબઇ પાલિકાને પોતાની ઓફિસને ઉપયોગમાં લેવાની ઓફર કરી હતી. જેને હવે કોરોનટાઇન સેન્ટરમાં ફેરવી નાખવામા ંઆવી છે. જેનો વિડીયો ગોરીએ સોશિયલ મીડિયા પર મુક્યો છે. 

ગૌરી ખાને એક નવો વિડીયો શેર કરીને જાણકારી આપી છે કે, તેમની ઓફિલ હવે સંપૂર્ણ રીતે ક્વોરોનટાઇન સેન્ટરમાં ફેરવાઇ ગઇ છે. આ સેન્ટરમાં ૨૨ પથારીઓ પાથરવામાં આવી છે. ગોરીએ વિડીયોના કેપ્શનમાં લખ્યું છે કે, ઓફિસ ક્વોરોનટાઇ ઝોનમાં બદલાઇ ગઇ છે જ્યાં જરૂરતમંદો માટેની દરેક સુવિધાઓ ઉપલબ્ધ છે. આ લડાઇમાં આપણે દરેકે સાથે રહેવાની જરૂર છે. 

બૃહદ પાલિકાના સોશયિલ એકાઉન્ટ પરથી શાહરૂખ અને ગોરીનો આભાર માનવામાં આવ્યો હતો.જેમાં કહ્યું હતું કે, સંગઠનમાં શક્તિ છે. અમે શાહરૂખ અને ગોરીનો આભારમ ાનીએ છીએ. તેમણે અમને ક્વોરોનટાઇનની વ્યવસ્થા વધારવામાં અમને મદદ કરી છે જે ક્વોરોનટાઇન બાળકો,મહિલાઓ અને વૃદ્ધો માટે ઉપયોગમાં લેવામાં આવશે.

ઉલ્લેકનીય છે કે, શાહરૂખે થોડા દિવસો પહેલા ૨૫,૦૦૦ પીપીઇ કિટ પણ સ્વાસ્થ્યકર્મીઓ માટે ડોનેટ કરી હતી. જેનો આભાર મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ માન્યો હતો. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aEm4Zo
via Latest Gujarati News

Post a Comment

0 Comments