પીએમ મોદીએ લોકોને ફરી યાદ દેવડાવ્યુ, રાતે નવ વાગ્યે નવ મિનિટ

નવી દિલ્હી, તા. 5 એપ્રિલ 2020, રવિવાર

કોરોના સામેની લડાઈમાં આજે રાતે નવ વાગ્યે નવ મિનિટ સુધી દીપ પ્રગટાવવાની પોતાની અપીલ પીએમ મોદીએ ફરી લોકોને યાદ દેવડાવી છે.

પીએમ મોદીએ ટ્વિટર એકાઉન્ટ પર લખ્યુ હતુ કે, રાતે નવ વાગ્યે નવ મિનિટ..પીએમ મોદીએ આ એક જ લાઈન લખીને લોકોને સંદેશો પહોંચાડી દીધો હતો.

પીએમ મોદીના દેશ પરના પ્રભાવને જોતા લાગે છે કે, મોટાભાગના લોકો આ અપીલને પ્રતિસાદ આપશે. જે રીતે લોકો થાળી વગાડવાના કાર્યક્રમમાં જોડાયા હતા તે જ રીતે આજે દીપ પ્રગટાવવાના કાર્યક્રમમાં પણ જોડાય તેવુ લાગે છે.

જોકે પીએમ મોદી પોતે આ અપીલને સફળ બનાવવામાટે લોકોને યાદ કરાવી રહ્યા છે. જ્યારે ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડુએ કહ્યુ છે કે, દેશના લોકો એક થઈને કોરોનાનો મુકાબલો કરી રહ્યા છે ત્યારે આ પડકાર સામે આપણા પ્રયાસો ચાલુ રાખીશું. આપણે બધા આશાના દીપ પ્રગટાવી નિરાશાના અંધકારને દુર કરીએ .



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UMnxIx
via Latest Gujarati News

Post a Comment

0 Comments