
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 22 એપ્રિલ 2020, બુધવાર
વિશ્વભરમાં કોરોના વાયરસના પ્રકોપ ફાટી નીકળ્યો છે, તેવામાં ભારતમાં બોલીવૂડના માંધાતાઓ પોતપોતાની રીતે સરકાર, જનતા, પોલીસ અને મેડિકલ સ્ટાફની મદદ કરીરહ્યા છે. એકટર્સોએ આર્થિક સહાયતાની સાથેસાથે લોકોમાં જાગરૂકતા પણ ફેલાવી રહ્યા છે. રોહિત શેટ્ટીએ મુંબઇ પોલીસકર્મીઓ માટે આઠ હોટલમાં વ્યવસ્થા કરી છે.
રોહિત શેટ્ટીએ મુંબઇની આઠ હોટલમાં પોલિસકર્મીઓ માટે આરામ કરવા, સ્નાન આદિ નિત્યકર્મ માટેની વ્યવસ્થા કરી છે. આ સુવિધાઓની સાથેસાથે તેમના ડિનર અને બ્રકફાસ્ટની પણ વ્યયવસ્થા કરી છે. આ પહેલા પણ રોહિતે ફિલ્મ જગતના દૈનિક મજૂરો માટે રૂપિયા ૫૧ લાખની આર્થિક સહાય કરી છે.
મુંબઇ પોલીસે રોહિત શેટ્ટીનો આ સગવડો આપવા બદલ આભાર માન્યો છે. મુંબઇ પોલીસે સત્તાવાર ટ્વિટટર હેન્ડલ પરથી એક ટ્વિટ કરી છે. જેમાં જણાવામાં આવ્યું છે કે, રોહિત શેટ્ટીએ મુંબઇની આઠ હોટલમાં અણારા ઓન ડયુટી કોરોના વોર્યિરર્સમ ાટે ડિનર અને બ્રેકફાસ્ટની સાથેસાથે બાથ ્ અને ચેન્જિંગની વ્યવસ્થા કરીઆપી છે. મુંબઇમાં કોરોના સામે જંગ લડવા માટે અને મુંબઇને સુરક્ષિત રાખવા માટે રોહિતનું આ પગલું આવકારીય છે. અમે તેનો આભાર માનીએ છીએ.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VyoVip
via Latest Gujarati News
0 Comments