
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 22 એપ્રિલ 2020, બુધવાર
સલમાન ખાનની જબરદસ્ત ફેન ફ્લોઇંગ છે. તે ફક્ત પોતાની ફિલ્મોથી જ નહીં પરંતુ સોશિયલ મીડિયા દ્વારા પણ લોકોના સંપર્કમાં રહે છે તેમજ પોતાના પ્રશંસકોનું મનોરંજન કરે છે. ટ્વિટર પર તેની ૪૦ મિલિયનનો આંકડો પસાર કરી ચુક્યો છે.
રિપોર્ટના અનુસાર, સલમાન ખાનના ફોલોઅર્સની સંખ્યા ૪૦ મિલિયનનો આંકડો ક્રોસ કરી ગઇ છે. આ સાથે તે આ માઇલસ્ટોન ્ચીવ કરનારો બોલીવૂડનો બીજો સેલિબ્રિટી બની ગયો છે. અમિતાભ બચ્ચન આ બાબતે સલમાન કરતાં આગશ છે, તેમના ફોલોઅર્સની સંખ્યા ૪૧.૫ મિલિયન ્છે.
સલમાન ખાન હાલ પોતાના ફાર્મ હાઉસ પર રહે છે. તે લોકડાઉન દરમિયાન ત્યાં ફસાઇ ગયો છે. જોકે તેની સાથે તેના સ્ટાફ સહિત ૨૨ જણા છે. આ દરમિયાન તે વીડિયોઝ શેર કરીને લોકોને જાગરૂક્ત કરે છે. તેણે કોરોના પર પણ એક હીત રિલીઝ કર્યું છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3buIzB7
via Latest Gujarati News
0 Comments