મહારાષ્ટ્રના લોનાવલા, કોલ્હાપુર અને સાતારામાં ગાજવીજ સાથે તોફાની વર્ષા થઈ



(પ્રતિનિધિ દ્વારા ) મુંબઈ, તા.29 એપ્રિલ, 2020, બુધવાર

આજે  મહારાષ્ટ્રના  લોનાવલા, કોલ્હાપુર અને સાતારા  સહિત દક્ષિણ  કોંકણમાં  અચાનક  જ વીજળીના પ્રચંડ  કડાકા, મેઘગર્જના  સાથે  મુશળધાર  વર્ષા થઈ હોવાના  સમાચાર  મળે  છે.

હવામાન  ખાતાનાં  સૂત્રોએ  જણાવ્યું હતું  કે હાલ દક્ષિણ મહારાષ્ટ્ર પર  સાયક્લોનિક  સર્ક્યુલેશન છવાયું  છે. ઉપરાંત મધ્ય મહારાષ્ટ્રથી  તામિલનાડુ  સુધીના  આકાશમાં  હવાના હળવા  દબાણનો  પટ્ટો પણ સર્જાયો  છે.  સાથોસાથ  આ વિસ્તારના  આકાશમાં  બે  જુદી જુદી  ટક્કર  પણ થઈ રહી છે. આવાં  બદલાયેલાં  કુદરતી  પરિબળોને કારણે રાજ્યના  ઘણાં સ્થળોએ આજે  બપોરથી  ગાજવીજ સાથે મુશળધાર  વરસાદ  વરસી રહ્યો  છે. હજી  આવતા  બે દિવસ  (૩૦  એપ્રિલ-૧મે)  સુધી આ બધાં સ્થળોએ  આવો જ વરસાદી માહોલ  રહે તેવી  શક્યતા છે.

આજે  મુંબઈના  કોલાબામાં  દિવસનું  તાપમાન ૩૪.૦ ડિગ્રી અને  રાતનું તાપમાન ૨૭ ડિગ્રી જ્યારે  સાંતાક્રુઝમાં  દિવસનું  તાપમાન ૩૪.૦ ડિગ્રી અને  રાતનું તાપમાન ૨૬ ડિગ્રી સેલ્સિયસ નોેંધાયું  હતું. આજે  કોલાબામાં  ભેજનું  પ્રમાણ ૮૭-૭૯ ટકા જ્યારે  સાંતાક્રુઝમાં  ભેજનું  પ્રમાણ ૭૩-૬૯ ટકા નોંધાયું હતું.  આવતા  ૪૮ કલાક દરમિયાન  મુંબઈનું  આકાશ  થોડંું વાદળછાયું  રહે તેવી શક્યતા  છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VLQ9BY
via Latest Gujarati News

Post a Comment

0 Comments