મુંબઈના સૌથી ગંભીર હોટ-સ્પોટમાં આશાનું કિરણ: ૧૫૧ દરદી સાજા થઈ ગયા



મુંબઈ,તા.29, એપ્રિલ, 2020, બુધવાર

 કોરોનાના રોજેરોજ વધતાં જતા દરદીઓ અને મૃત્યુના વધતા જતાં આંકડાને કારણે સર્જાયેલી ભયજનક પરિસ્થિતિ વચ્ચે સૌથી ગંભીર હોટસ્પોટ ગણાયેલા 'જી-સાઉથદ વોર્ડમાં આશાનું કિરણ જોવા મળ્યું છે. આ હોટસ્પોટમાં અત્યારસુધીમાં કોરોનાના ૬૦૦ કેસ નોંધાયા હતા. સારવાર બાદ આમાંથી સાજા થઈ ગયેલાં ૧૫૧ લોકોને હાસ્પિટલમાંથી ઘરે જવાની રજા આપવામાં આવી હતી.

જી-સાઉથ વોર્ડમાં વરલી, પ્રભાદેવી, લોઅર પરેલ અને એલ્ફિન્સ્ટન રોડનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં ૬૦૦ થી વધુ કોરોના પોઝિટિવના કેસ નોંધાતા તેને હોટસ્પોટ ક્ષેત્ર ગણવામાં આવ્યું હતું. 

મુંબઈ મહાપાલિકાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, યોગ્ય સારવારને લીધે એક પછી એક દરદી સાજા થતાં જાય છે. અત્યારસુધીમાં ૧૫૧ દર્દીને સાજા રજા આપવામાં આવી છે. જી-સાઉથ વોર્ડમાં તમામ લોકોએ કોરોના સામે લેવાઈ રહેલાં પ્રતિબંધક પગલાં અને લોકડાઉનના પાલનમાં પૂરેપૂરો સહકાર આપ્યો છે. પરિણામે ઉપદ્રવને અટકાવવામાં ઘણી મદદ મળી છે. આમ છતાં અમે તકેદારીના જે પગલાં લઈ રહ્યાં છીએ અને લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે. એમાં આ તબક્કે કોઈ છૂટછાટ આપવાના નથી.     




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2yRxrQu
via Latest Gujarati News

Post a Comment

0 Comments