એક જ દિવસમાં નવા ૫૯૭ દરદી નોંધાતા રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા દસ હજાર નજીક એટલે કે ૯૯૧૫



(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.29, એપ્રિલ, 2020, બુધવાર

મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના રોગચાળો દિવસે દિવસે વધુ ફેલાઇ રહ્યો છે. અને તે નિયંત્રણમાં આવતો ન હોવાથી રાજ્ય સરકારની ઉંઘ હરામ થઇ ગઇ છે. આજે કોરોનાના નવા ૫૯૭ દરદી નોંધાતા મહારાષ્ટ્રમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને આંકડો દસ હજારની નજીક આવ્યો છે. એટલે કે સંખ્યા ૯૯૧૫ થયો છે. જ્યારે પુણે અને મુંબઇમાં જેવા કોરોના હોટસ્પોર્ટમાં પણ દરદીની સંખ્યા વધી રહી છે. મુંબઇમાં આજે કોરોનાગ્રસ્તોની સંખ્યા ૬૬૪૪ થઇ અને પુણેમાં દરદીની સંખ્યા ૧૧૨૦ થઇ હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગના પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું હતું.

રાજ્યમાં ૩૨ દરદીઓ કોરોનાના શિકાર બન્યા હતા. આથી મરણાંક વધીને ૪૩૨ સુધી પહોંચ્યો છે. એમ કહીને રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોના દરદી સાજા થવાનું પ્રમાણ વધી રહ્યું છે. આજે ૨૦૫ દરદી સાજા થતા અત્યાર સુધી રાજ્યભરમાં ૧૫૧૩ દરદી સાજા થઇને હોસ્પિટલથી ઘરે ગયા છે.

મૃતક પામેલા ૩૨ દરદી પૈકી ૨૫ પુરુષ અને ૭ મહિલાનો સમાવેશ થાય છે. મૃતકોમાં મુંબઇમાં ૨૬, પુણેમાં ૩, સોલાપુરમાં ૧, ઔરંગાબાદમાં ૧, પનવેલમાં ૧ દરદીનો સમાવેશ થાય છે. એમ રાજેશ ટોપેએ જણાવ્યું હતું.

મહારાષ્ટ્રમાં ૯૯૧૫ દરદી પૈકી મુંબઇમાં ૬૬૪૪, થાણે ૪૧૯, પુણેમાં ૧૧૨૦, નવી મુંબઇમાં ૧૬૨, કલ્યાણ ડોમ્બિવલીમાં ૧૫૮, પાલઘરમાં ૪૧, વસઇ વિરારમાં ૧૨૮, રાયગઢમાં ૨૩, પનવેલમાં ૪૬, નાશિકમાં ૨૪, માલેગાંવમાં ૧૭૧, અહમદનગરમાં ૪૨, ધૂળેમાં ૨૫, જળગાંવમાં ૪૦, નંદુરબારમાં ૧૧, પિંપરી ચિંચવડમાં ૭૨, સોલાપુરમાં ૮૫, સાતારામાં ૩૨, કોલ્હાપુરમાં ૫૧, ઔરંગાબાદમાં ૧૦૫, હિંગોલીમાં ૧૫, લાતુરમાં ૧૯, અકોલામાં ૩૯, અમરાવતીમાં ૨૮, યવતમાળમાં ૭૯, બુલઢાણામાં ૨૧, નાગપુરમાં ૧૩૮ અને અન્ય રાજ્યના ૨૫ દરદીનો સમાવેશ થાય છે, એમ રાજેશટોપેએ જણાવ્યું હતું.

મુંબઇમાં આજે કોરોના નવા ૪૭૫ દરદી નોંધાતા કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૬૪૫૭ થઇ છે. જ્યારે ૨૬ દરદીએ જીવ ગુમાવતા મરણાંક ૨૭૦ થયો છે, એમ મુંબઇ મહાનગર પાલિકાના ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડો. દક્ષા શાહે જણાવ્યું હતું. આ સિવાય આજે ૧૯૩ દરદી સાજા થતા તેઓને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા હતા. આથી અત્યાર સુધી મુંબઇમાં ૧૪૨૭ દરદી સાજા થઇને ઘરે ગયા છે, એમ ડો. દક્ષા શાહે જણાવ્યું હતું. આજે નવા ૩૭૭ શંકાસ્પદ દરદી નોંધાયા હતા. આથી અત્યાર સુધી ૯૫૩૨ શંકાસ્પદ દરદીઓને સારવાર અપાઇ છે. મૃતક ૨૬ દરદી પૈકી ૨૧ પુરુષ અને ૫ મહિલાનો સમાવેશ થાય છે. એમ ડો. દક્ષા શાહે ઉમેર્યું હતું.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2yWyezs
via Latest Gujarati News

Post a Comment

0 Comments