
મુંબઈ, તા.28 એપ્રિલ, 2020, મંગળવાર
બૃહન્મુંબઈ મહાનગરપાલિકાએ કોવિડ-૧૯ના દરદીઓના સંપર્કમાં આવેલા પણ આ રોગના લક્ષણો ન ધરાવતા જોખમી દરદીઓને ક્વોરન્ટીન કરવા મહાલક્ષ્મીના જેકબ સર્કલ સ્થિત રંગવાલા કમ્પાઉન્ડમાં ડી.બી. રીઆલ્ટી દ્વારા પુનઃ વિકસિત થઈ રહેલી ૨૨ મજલાની ઈમારતનો બળજબરીપૂર્વક કબજો લીધો છે.
૩૧મી માર્ચે બિલ્ડિંગ પ્રપોઝલ વિભાગના એક્ઝિક્યુટીવ એન્જિનિયરે ડી.બી. રીઅલ્ટી અને તેના આર્કિટેક્ટ પ્રદીપ હરચકરને પત્ર લખીને આદેશ આપ્યો હતો કે તેઓ 'એપિડેમિક ડિસીસ એક્ટ, ૧૮૯૭'ના પ્રાવધાન હેઠળ હંગામી આશ્રય સ્થાન બનાવવા માટે આ ૨૨ માળની બિલ્ડિંગનો કબજો લઈ રહ્યાં છે તેથી તેમણે 'ઈ' વોર્ડના આસિસ્ટંટ કમિશનર મકરંદ દગડખૈરને સહકાર આપવો.
જોકે ડેવલપર આ બિલ્ડિંગનો કબજો આપવા નહોતો ઈચ્છતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ બિલ્ડિંગનો પુનઃવિકાસ છેક વર્ષ ૨૦૦૦થી ધરવામાં આવ્યો હતો. દરમિયાન અહીં રહેતા ૨૫૦ ભાડૂત પરિવારોને અન્યત્ર ખસેડવામાં આવ્યાં હતાં. તેમણે પોતાના ફલેટના કબજા માટે બોમ્બે હાઈકોર્ટમાં સંખ્યાબંધ વખત અરજી કરી હતી.
દગડખૈરે કહ્યું હતું કે ડેવલપર અમને આ ઈમારતનો કબજો આપવા દાદ નહોતો દેતો તેથી અમને 'એપિડેમિક ડિસીસ એક્ટ, ૧૮૯૭'ના પ્રાવધાનનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી. વાસ્તવમાં 'ઈ' વોર્ડમાં કોવિડ-૧૯ના દરદીઓ મોટી સંખ્યામાં છે અને અહીંની સઘળી હોટેલો તેમજ ગેસ્ટ હાઉસ ક્વોરન્ટીન કરાયેલા દરદીઓથી ભરાઈ ગયા છે. અમને એવી જ કોઈક ઈમારતની તલાશ હતી જ્યાં અમે આ રોગનું જોખમ ધરાવતા દરદીઓને ક્વોરન્ટીન કરી શકીએ.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KHCHsv
via Latest Gujarati News
0 Comments