રાજ્યના ૧૩,૪૪૮ ઔદ્યોગિક એકમોએ પ્રોડક્શન શરૃ કરવા પરવાનગી માગી



મુંબઇ, તા.28 એપ્રિલ, 2020, મંગળવાર

૧૩,૪૪૮ નાના-મોટા ઔદ્યોગિક એકમોએ પ્રોડક્શન ફરી શરૃ કરવા માટે મહારાષ્ટ્ર સરકાર પાસે પરવાનગી માગી છે. આમાની ૬૪ અરજીઓ મુંબઇમાંથી મળી છે. કોવિડ-૧૯ના વાઇરસ ફેલાતા અટકે એ માટે જરૃરી સરકાર દ્વારા નિર્દશિત માર્ગદશકોને અનુસરતા હોવાનું પ્રમાણપત્ર  આ એકમોએ સ્વયંને આપ્યુ હતું.

અરજીઓના ડેક્લેરેશનની ચકાસણી થઇ રહી છે અને ૩,૧૮૬ એકમોએ ઉત્પાદન શરૃ કરી દીધું છે. સરકાર દ્વારા જારી ૨૩ તમામ માર્ગદશકાઓનું પાલન આ એકમો કરે છે એ ચકાસણી બાદ એમને પરવાનગી આપવામાં આવી હતી.

મુંબઇ ઉપરાંત નાસિક, ઔરંગાબાદ, પુણે, કોલ્હાપુર, નાગપુર અને નવી મુંબઇથી રાજ્ય સરકારને અરજીઓ મળી છે. આ તમામ યુનિટો પુનઃ ધમધમતા થાય એ માટે ત્રણ લાખ કામદારોની જરૃર છે. આમાંથી ૬૯ હજાર કામે ચડી ગયા છે. કારખાનાઓના મેનેજમેન્ટને વેહિકલ પાસ અપાયા છે અને કામદારોની નિયમિત વૈદ્યકીય ચકાસણી થાય છે.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2y8uYkG
via Latest Gujarati News

Post a Comment

0 Comments