
મુંબઈ,તા.28 એપ્રિલ, 2020, મંગળવાર
કોરોના વાયરસના સંસર્ગથી બચવા દેશભરમાં ૩૫ દિવસથી લોકડાઉન લાગુ થયું છે પરંતુ તેના કારણે અર્થંત્ર પર ભારે અવળી અસર પડી છે. ટ્રાન્સપોર્ટ મર્યાદિત થઈ ગયો હોવાથી શાકભાજીના ઉત્પાદકોને મોટો ફટકો પડયોછે. યોગ્ય ભાવ મળતા ન હોવાથી બીડના એક ખેડૂતે નિરાશ થઈને બે એકર પાક પર ટ્રેકટર ફેરવી દીધું હોવાની ઘટના બની છે. તેને કારણે બે લાખ રૃપિયાની કમાણી માટીમાં મળી ગઈ.
ઉલ્લેખનીય છે કે બીડમાં થતું શાકભાજી અને ફળોનુ ં ઉત્પાદન મુંબઈ સહિતના બજારોાં વેચાણ માટે લાવવામાં આવે છે. પરંતુ લોકડાઉનને કારણે બધું જ બંધ હોવાથી આ ઉત્પાદકો ચિંતામાં પડયા છે.
લોકડાઉનને કારણે બહાર ગામ જઈને વેચાણ કરવું શક્ય ન હોવાથી તેમ જ ખેડૂતોને પરવાનગી હોવા છતાં ટ્રાન્સપોર્ટની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી હાલ ભાજી અને ફળોની માંગ ઘટી છે. તેથી નિરાશ થયેલા આ ખેડૂતે બે એકર જમીન પરઉગાડેલી કોબી પર ટ્રેકટર ફેરવી દીધું હોવાની ઘટના બની હતી.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VMp7ud
via Latest Gujarati News
0 Comments