
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.28, એપ્રિલ, 2020, મંગળવાર
ભાંડુપમાં ૭૦ વર્ષીય વૃદ્ધ પિતાની હત્યા કરનારા આરોપી પુત્રની પોલીસે ધરપકડ કરી છે. કોર્ટો તેને ૨૯ એપ્રિલ સુધીની લોકડાઉનમાં કામ ન હોવાથી તે હતાશ થઇ ગયો હોવાનું કહેવાય છે.
ભાડુંપમાં સુભાષનગર વિસ્તારમાં કૃષ્ણ ગોરીવલે (ઉં.વ.૭૦) તેમના પરિવાર સાથે રહેતા હતા. કોરોના વાઇરસને લીધે હાલ દેશભરમાં લોકડાઉન છે. ત્યારે લોકડાઉનના લીધે કામ ન મળતા આ વૃદ્ધનો પુત્ર સચિન (ઉં.વ.૩૪) ટેન્સનમાં હોવાનું જાણવા મળ્યું છે.
આ યુવકે ગુસ્સામાં તેના પિતા પર લાકડીથી હુમલો કર્યો હતો. જેને લીધે વૃદ્ધ કૃષ્ણાને ઇજા થઇ હતી. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત થયું હતું. પોલીસે હત્યાનો કેસ નોંધી સચીનની ધરપકડ કરી છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bOkENp
via Latest Gujarati News
0 Comments