નવી દિલ્હી, તા.2 એપ્રિલ 2020, ગુરૂવાર
કોરોનાની લડાઈ લડી રહેલા ડોક્ટરો સાથે થઈ રહેલા ખરાબ વર્તન અને હુમલાના પગલે હવે ડોકટરોએ સીઆરપીએફની સુરક્ષાની માંગણી કરી છે.
એમ્સ હોસ્પિટલના ડોક્ટરોના સંગઠને આ માટે ગૃહ મંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે. ખાસ કરીને હૈદ્દ્રાબાદમાં ડોકટરો પર જે રીતે હુમલો થયો છે તેને લઈને ભારે રોષ ફેલાયો છે. સંગઠને પત્રમાં લખ્યુ છે કે, ડોકટરો કોરોના સામે દિવસ રાત લડી રહયા છે. ડોક્ટરો પોતે કોરોના પોઝિટિવ થઈ રહ્યા હોવા છતા ડ્યુટી કરી રહ્યા છે ત્યારે હવે ડોક્ટરની સુરક્ષા માટે હોસ્પિટલોમાં સીઆરપીએફને ડ્યુટી પર મુકવામાં આવે.
સાથે સાથે ડોક્ટરોએ માંગ કરી છે કે, કોરોનાની સારવાર માં લાગેલા તમામ સ્વાસ્થ્ય કર્મીઓને સુરક્ષાના ઉપકરણો પુરા પાડવામાં આવે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dQtqeY
via Latest Gujarati News
0 Comments