મુંબઇમાં કોરોના કેસો પાંચ દિવસમાં 10 હજારથી વધીને 15 હજાર વધુ થયા


મુંબઇ તા. 6 મે 2020, બુધવાર

મહારાષ્ટ્રમાં કોવિડ-૧૯ના ચેપગ્રસ્ત લોકોનો આંક રોજ વધુને વધુ નોંધાઇ રહ્યો છે. હજુ મંગળવારે  જ રાજ્યમાં વધુ ૯૮૪ લોકો કોરોનાગ્રસ્ત નોંધાતા કુલ રોગગ્રસ્તોનો આંક વધુ ૧૫ હજારને આકને આંબી ગયો છે, જેમાં આજે વધુ ઉમેરો થયો છે. ૩૦ એપ્રિલે મહારાષ્ટ્રંમાં કોરોનાના કેસો ૧૦ હજાર હતા, જે પાંચ દિવસમાં વધીને ૧૫,૫૨૫ થયા છે. આ સાથે ૩૪ના મરણ થયા છે એક દિવસમાં નોંધાયેલા મરણાંકમાં આ સૌથી વધુ ત્રીજો ઉંચો આંક છે.

આ કટારમાં રાજ્યમાં આ સતત એવો બીજો દિવસ છે જેમાં કેસોની સંખ્યા અને મરણાંકની  સંખ્યામાં સૌથી મોટો વધારો થયો છે. ૨૪ કલાકમાં ૯૮૪ કેસો નોંધાયા જેમાંથી ૮૪૧ કેસો તો માત્ર મહારાષ્ટ્રના જ છે. એક દિવસમાં આ સૌથી મોટોબીજો  વધારો છે. બાકી રહેલા ૧૪૩ કેસો છેલ્લા એક અઠવાડિયામાં ટેસ્ટિંગ માટે નોંધાયા હતા. પણ એને પુષ્ટિ તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે સોમવારે આપી છે.

રાજ્ય સરકારે એવો દાવો કર્યો છે કે મુંબઇ સિવાય રાજ્યના બધા જિલ્લાના ડેટા ક્લિનિંગ પ્રોસેસની કામગીરી હવે પૂરી થઇ ગઇ છે. ૬૩૫ નવા કેસોના  ઉમેરણ સાથે રાજ્યમાં જે આંક મળ્યો હતો તેમાં મુંબઇનો ફાળો ૭૫ ટકા જેટલો હતો, શહેરમાં એક દિવસમાં આ બીજો સૌથી મોટો આંક હતો.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35HyjUi
via Latest Gujarati News

Post a Comment

0 Comments