
મુંબઈ,તા. 6 મે 2020, બુધવાર
સામાન્યરીતે ધામધૂમથી અને ભક્તિભાવપૂર્વક ઉજવાતા ગણેશોત્સવના છ મહિના પહેલાં બધા જ મૂતકારો વિઘ્નહર્તાની મૂતઓ ઘડવામાં વ્યસ્ત થઈ જતા હોય છે. પણ આ વખતે કોરોના વાયરસને નાથવા લોકડાઉન અમલમાં હોવાથી કેટલાંય મૂતકારોએ નિષ્ક્રિય બેસવાની નોબત આવી છે. મોટા સાર્વજનિક મંડળો તરફથી મૂતના ઓર્ડરો પણ હજી સુધી નથી મળ્યા.
૨૫મી માર્ચથી લોકડાઉન અમલમાં આવ્યા પછી અને બે વખત લોકડાઉનની મુદ્દત લંબાવવામાં આવતા તમામ વ્યવહાર ઠપ થઈ ગયા છે. આ પરિસ્થિતિમાં પહેલી જ વખત ગણેશોત્સવની સાદગીપૂર્ણ રીતે ઉજવણી થશે અને એમાં પણ ભીડ ન જામે એ નિયમનું ખાસ પાલન કરવું પડશે, એવું લાગે છે. આ પરિસ્થિતિમાં જે મૂતકારો તહેવારના છ મહિના પહેલાં ગણપતિ બાપ્પાની વિવિધ મૂતઓ ઘડવા માંડતા હોય છે, એમાંથી મોટા ભાગના અત્યારે નિષ્ક્રિય બેઠા છે. કેટલાયને તો હજી એકપણ ઓર્ડર નથી મળ્યો. અત્યારે લોકડાઉનની સ્થિતિ વચ્ચે ગણેશોત્સવની ઉજવણી પણ પહેલા જેવી ધામધૂમથી થાય એવી શક્યતા નથી વર્તાતી. કારણ સોશિયલ ડિસ્ટંસિંગનું પાલન તો કરવું જ પડશે, એમ લોકોનું માનવું છે.
પરેલના એક મૂતકારે જણાવ્યું હતું કે, અમારા પરિવારમાં ૬૦ વર્ષથી મૂતઓ ઘડવાની પરંપરા ચાલી આવે છે. અત્યારે અમે માટીની મૂતઓ ઘડીને સૂકવવા રાખી છે. પણ મહામારીને કારણે આ મૂતઓ ખરીદવા કોઈ આવશે કે કેમ એ શંકા છે.
ગુજરાતથી મોટા પ્રમાણમાં માટીની નાની મૂતઓ મુંબઈ લાવવામાં આવતી હોય છે. પણ લોકડાઉનને કારણે બોર્ડર જ સીલ કરવામાં આવી હોવાથી ગુજરાતથી પણ નાની મૂતઓ આવી નથી રહી.
મૂતઓ ઉપરાંત માટીના દીવાનું ગણેશોત્સવ ઉપરાંત નવરાત્રિ અને દિવાળી માટે મોટા પાયે ઉત્પાદન થતું હોય છે, પણ આ વખતે બધી જ પૂર્વતૈયારીઓ પર લોકડાઉને પાણી ફેરવી દીધું છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dmH0Wv
via Latest Gujarati News
0 Comments