
મુંબઈ,તા. 06 મે 2020, બુધવાર
ભિવંડીમાં આવેલ એક કેમિકલના ગોદામમાં આજે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગને કાબૂમાં લેવા છ ફાયર એન્જિનો પહોંચી ગયા હતા. આ ઘટનામાં મોડી રાત સુધી જાનહાનિ નોંધાઈ નહોતી. જોકે આગનું કારણ જાણી શકાયું નહોતું. આગને બુઝાવવાની કાર્યવાહી મોડી રાત સુધી ચાલી રહી હતી.
આજે ભિવંડીના રાહનાળ ગામમાં આવેલ એક મોટા કેમિકલના ગોદામમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગના ધુમાડા દૂર-દૂરથી જોઈ શકાતા હતા. સૂત્રોનુસાર, આગ લાગી ત્યારે ગોદામમાં કોઈ હાજર હતું કે નહીં તે જાણી શકાયું નહોતું. આ ઘટના બાદ ફાયરબ્રિગેડના ઉચ્ચાધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fnJd65
via Latest Gujarati News
0 Comments