
મુંબઈ,તા.12 મે, 2020, સોમવાર
ગુરૃવારતી રેલવેએ રાજધાની જેવી કેટલીક પ્રવાસી ટ્રેનો દોડાવવાની જાહેરાત કર્યા બાદ આઈઆરસીટીસીની વેબસાઈટ પર બુધવારે મોડી સાંજથી બુકિંગની શરૃઆત થઈ હતી પરંતુ બુકિંગ થયું હોવાની ગણતરીની મિનિટોમાં મુંબઈથી દિલ્હી જતી ટ્રેનોની ૧૮મી મે સુધીની ટિકિટોનું આરક્ષણ થઈ ગયું હોવાની માહિતી અધિકારીઓએ આપી હતી.
૫૪,૦૦૦ પ્રવાસીઓ માટે લગભગ ૩૦,૦૦૦ જેટલી ટિકિટો દ્વારા આરક્ષણ કરાયુંહતું સોમવારે ૯ વાગ્યા સુધી એસી ટ્રેનોની બુકિંગ દ્વારા ૧૦ કરોડ રૃપિયાની કમાણી થઈ હોવાની માહિતી રેલવેના અધિકારીઓએ આપી હતી.
ઉલ્લેખનીય છે કે આ વિશેષ ટ્રેનો માટે બુકિંગ સાત દિવસ પહેલાં કરી શકાય છે પરંતુ મુંબઈથી દિલ્હી વચ્ચે ટ્રેનોનું ૧૮મી મે સુધીનું બુકિં પ્રવાસીઓએ કરી દીધું હોવાની માહિતી આપી હતી. ૧૮૦૦૦થી વધુ ટિકિટો બુકિંગ શરૃ થયા હોવાના માત્ર દોઢ કાકમાં ૩૦ ટ્રેનો માટે બુકિંગ મોટા પ્રમાણમાં કરાયું હતું.
મોડી સાંજ સુધી વેબસાઈટ ક્રેશ થઈ હોવાથી પ્રવાસીઓને તેમનું ગંતવ્ય સ્થાનનું ચયન કરવામાં સમસ્યા થઈ હતી. અને ઘણા પ્રવાસીઓએ ટિવટર પર તેનો ક્રોધ પણ કાઢ્યો હતો. જોકે પાછળથી સમસ્યા સુધારી દેવાઈ હતી પરંતુ બુકિંગ ફુલ થઈ ગયું હતું.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35UJ3yw
via Latest Gujarati News
0 Comments