
મુંબઇ, તા.12 મે, 2020, સોમવાર
સમગ૮ર ભારત કોવિડ-૧૯ સામે સતત લડી રહ્યું છે ત્યારે આ મહામારીમાં થયેલા કુલ મરણ પૈકી ૨૯.૫૬ ટકા મોત મુંબઇ અને પુણેમાં થયા છે. આ સાથે જ આ બંને શહેરો દેશમાં કોરોનાના હોટસ્પોટ (સૌથી વધુ અસરવાળા વિસ્તારો) તરીકે ઉભરી આવ્યા છે.
કેન્દ્રના આરોગ્ય મંત્રાલયની માહિતી મુજબ દેશમાં કોરોનાવાઇરસને કારણે થયેલા મોતની સંખ્યા દસમી મે (રવિવાર)એ ૨,૨૧૨ની થઇ હતી. આમાંના લગભ ૨૨.૯૬ ટકા (૫૦૮) મરણ મુંબઇમાં થતા ૬.૬૦ ટકા મોત પુણેમાં થયા હતાં.
મુંબઇમાં કોરોનાથી થતા મોતની સંખ્યા ઘટે તે માટે મુંબઇ મહાનગરપાલિકાએ ત્રિપાખિયા રણનીતિ અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે.
કોવિડની સમયસર જાણ થાય તે માટે પાલિકાએ એક્સરે તથા સીટી સ્કેન દ્વારા દદીની તપાસ કરવાનો નિર્ણય કર્યો છે. બીજું, અમે સારું પરિણામ આપનારી ઇટોલીઝુમેબ દવાનો ઉપયોગ કરવા પણ નિર્ણય કર્યો છે. રણનીતિના ત્રીજા પાસામાં અમે ઓક્સિજન પૂરો પાડવાની વ્યવસ્થા સાથેના બેડ (બિછાના)ની વ્યવસ્થા કરીએ છીએ એમ વધારાના પાલિકા કમિશનર સુરેશ કાકાણીએ કહ્યું હતું.
આ ઉપરાંત પાલિકાએ કોવિડ કેસની શક્ય તેટલી વહેલી ભાળ લાગે તે માટે ઘેરઘેર જઇને તપાસ કરવાના તેના પ્રયાસ હવે વધુ સઘન કર્યા છે. વરિ નાગરિકોને કોરોના સંક્રમણનું જોખમ વધુ હોવાનું ધ્યાનમાં લઇને પાલિકાએ આવા નાગરિકોની તબીબી તપાસ માટે ડોક્ટરોની સ્પેશ્યલ ટીમો ફરજ પર મૂકી છે. પાલિકાએ આજદિન સુધીમાં ૭૦ હજાર વૃદ્ધોની તબીબી તપાસ કરી છે.
પુણેમાં કોવિડના ૨,૩૭૭ કેસ તથા ૧૪૬ મોત નોંધાયા છે. પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર સેખર ગાયકવાડે જણાવ્યું હતું કે કોવિડના મોટાભાગના મૃતકોના લોહીમાં ઓકસિજનનું પ્રમાણ અત્યંત ઓછું હોવાનું જણાયું હતું. આવા દરદીઓમાં મુખ્યત્વે વૃદ્ધો તથા અન્ય બિમારી ધરાવતા દરદીઓનો સમાવેશ થતો હતો.
આ બાબતે ધ્યાનમ લઇ પુણે નગર પાલિકાએ વૃદ્ધો તથા ડાયાબિટીઝ, હૃદય તથા કિડનીના રોગ જેવી બિમારીવાળા દરદીઓનો લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ માપવા ૩૫૦ ટીમ રચી છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3csOreR
via Latest Gujarati News
0 Comments