કોવિડ-19 'સ્માર્ટ' વાઇરસ : નવું વ્યૂહાત્મક ડિવાઇસ બનાવાયું


મુંબઇ તા. 6 મે 2020, બુધવાર

નોવેલ કોરોના વાઇરસની વર્તણૂક અકળ હોય છે અને અન્ય વાઇરસોથી તે વધુ બુદ્ધિશાળી હોય છે, એવું ભારતીય સંશોધકોએ જણાવ્યું છે. તેમમે તાજેતરમાં એવા મોલેક્યૂલનું સર્જન  કર્યું છે. જે કોવિડ-૧૯ના દરદીઓમાં સર્જાયેલા એક્યૂટ રેસ્પિટેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ (એઆરડીએસ)ને સાજો કરે એવી દવા બનાવવામાં સંભવતઃ મદદરૂપ બની શકે છે.

ગ્રેટર નોઇડાની શિવનાદર યુનિવર્સિટીના રસાયણ શાસ્ત્ર વિભાગના પ્રોફેસર ડૉ. શુભબ્રીટ્રા સેને જણાવ્યું છે કે એક્યૂટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેટ સિન્ડ્રોમ સાથે સંકળાયેલા સોલ્યુશન વિરૂદ્ધ ગૂંચ ઉકેલી શકાય એવું સોલ્યુશન બનાવવામાં તેમની  થેરાપિનો અભિગમ સફળ પુરવાર થાય એવી આશા છે.

તેમની ટીમે નવા રસાયણ એન્ટીટીઝ (એનસીએએસ) નો સેટ શોધી કાઢ્યો છે, જે  એક્યૂટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેટ સિન્ડ્રોમ (એઆરડીએસ) અથવા તો એક્યૂટ લંગ ઇન્જરી (એએલઆઇ)ને સારા કરવાની ક્ષમતા ધરાવી શકે છે, જે કોવિડ-૧૯ અથવા અન્ય કઠોર એક્યૂટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ (સાર્સ) અને મિડલ ઇસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ (એમઇઆરએસ) જે કોરોના વાઇરસને કારણે થાય છે.

સંશોધકોની ટુકડીએ ટુ-ફોલ્ડનું વ્યૂહાત્મક ડિવાઇસ બનાવ્યું છે જે નવા સાર્સ-સીઓવી-૨ને કારણે લાગતો ચેપ, પ્રવેશ અને એટેચમેન્ટને અંકુશમાં રાખવાનું કામ કરે છે અને એનસીઇએસને લાગુ પાડે પાડવાના કામમાં વ્યસ્ત છે. આને વાઇરસના જાણીતા ટાર્ગેટ દ્વારા અને તેની સાથે  જાણીતી દવા (માનવીમાં આવેલા હોર્મોનલ રિસેપ્ટર્સના મોલેક્યૂલેટના સેટથી બનાવવામાં આવી છે) આથી ડામવામાં આવે છે અને આ નોવેલ કોરોના વાઇરસ થકી એઆરડીએસ અને એનસીઇ થાય છે.

'માનવ શરીરના સ્વદેશી લિગાન્ડના આધાર પર અમે નવા મોડયૂલને શોધ્યું છે. સામાન્ય રીતે, નાના મોડયૂલ થેરાપેટિકનો ગેરલાભ એ છે કે તેને કારણે માનવ શરીરને તે ઝોનોબાયોટિક સમજે છે. એકવાર એ શરીરમાં ગોઠવાઇ જાય પછી શરીર તેને ઝડપથી દૂર કરવાના પ્રયત્ન કરે છે અને એ પણ એન્જાઇમેટિક રિએક્શનથી જે પ્રાથમિક સ્તરે લીવરમાં થાય છે,' એમ ડૉ. સેને સ્પષ્ટ કર્યું હતું.

સ્વદેશી લિગાન્ડ્સ પર આધારિત નાના મોલેક્યૂલ્સના વિકાસનો લાભ એ છે શરીર તેને પોતાના સમજીને સ્વીકારે પણ છે. સંશોધકોની ટીમે નવા રસાયણ એન્ટીટીઝના રક્ષણ માટે ભારતમાં પેટન્ટ માટે અરજી પણ ફાઇલ કરી દીધી છે. આ થેરાપી માત્ર કોવિડ-૧૯ પર જ અસર નહીં કરે, પણ જેમનું લીવર વાયરસને કારણે ઇજાગ્રસ્ત થયું હોય તેને સાજું કરવામાં પણ મદદરૂપ થશે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2zl85dO
via Latest Gujarati News

Post a Comment

0 Comments