પાલિકાએ આપેલી પરવાનગીને લીધે મુંબઇમાં ઇલેક્ટ્રોનિક્સ દુકાન અને હાર્ડવેર સ્ટોર્સ ખુલ્લા થયા



(પ્રતિનિધિ દ્વારા)        મુંબઈ  તા 7 મે, 2020, ગુરુવાર

કોરોનનો પ્રકોપવધી રહ્યો છે. આને પગલે મુકાયેલા લોક ડાઉન માં શિથિલતા મુકાઈ હતી. પરંતુ લોકડાઉન્ન ના નિયમનો  ઉલ્લંઘન થતું દેખાતા મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર પ્રવીણ પરદેશીએ ૫ મેના રોજ એક પરિપત્ર બહાર પાડયો હતો. જેમાં દારૃ અને બિન-જરૃરી દુકાનો બંધ રાખવાનો આદેશ આપ્યો હતો.  જો કે, બુધવારે યોજાયેલી કેબિનેટની બેઠકમાં ઘણા પ્રધાનઓએ તેમની પોતાની સમજૂતીવગર સનદી અધિકારીપરિપત્રો જારી કરે છે.  એવી  ફરિયાદ કરીને મુખ્યપ્રધાન સામે નારાજગી વ્યક્ત કરી હતી.  તે પછી, મુંબઈ કમિશનર પરદેશીએ બુધવારે મોડી રાત્રે પરિપત્રમાં સુધારો કરીને એક નવો પરિપત્ર બહાર પાડયો હતો.  ઇલેક્ટ્રોનિક અને હાર્ડવેર સ્ટોર્સને હવે આવશ્યક સેવાઓ ઉપરાંત ખોલવાની મંજૂરી છે.

 આરોગ્ય અને આઇટી ક્ષેત્ર આવશ્યક સેવાઓ પર કામ કરી રહ્યા છે, તેમ પરિપત્રમાં જણાવાયું છે.  તેમ છતાં, ઘણાં ખામીયુક્ત મશીનોને સુધારવા માટે જરૃરી સાધનો મળી શકતા નથી.  તેથી જ બંધ ઇલેક્ટ્રોનિક્સ અને હાર્ડવેર સ્ટોર્સને ફરીથી ખોલવાનો નિર્ણય કરવામાં આ વ્યો  હતો.  વોર્ડના આસિસ્ટન્ટ કમિશનરોએ તેમના વોર્ડમાં આવી એક જ દુકાન શરૃ કરવાની મંજૂરી આપવી જોઈએ.  જો કે, એકમાર્ગીય માર્ગ પર ફક્ત એક જ દુકાનને મંજૂરી આપવામાં આવશે, એમ તેમણે ઉમેર્યું હતું.

 કમિશનરે ઇલેક્ટ્રોનિક અને હાર્ડવેરની દુકાન અંગે સકારાત્મક નિર્ણય લીધો છે, પરંતુ તે દારૃની દુકાનો બંધ રાખવા અંગે અડગ હોવાનું માનવામાં આવે છે.  મુંબઇમાં બે દિવસ સુધી, દારૃની દુકાન ઉપર મોટી લોકોની મોટી લાઇનો લગાવી હતી.  મુંબઈ શહેર રેડ ઝોનમાં છે.  જેથી કોરોના વાયરસના વધુ ફેલાવાને અટકાવવા તેમણે બુધવારે એક પરિપત્ર બહાર પાડીને દારૃના સ્ટોરો બંધ રાખવાનો આદેશ આપ્યો હતો.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2zglX9w
via Latest Gujarati News

Post a Comment

0 Comments