
મુંબઈ, તા. 3 મે 2020, રવિવાર
રેડ ઝોનમાં આવતા મુંબઈમાં દેશના કુલ કોરોના પોઝિટિવના ૨૦ ટકા દરદી આવેલા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની આંકડાવારી અનુસાર દેશમાં સૌથી ખરાબ રીતે અસરગ્રસ્ત શહેર મુંબઈ છે અને દેશના અન્ય કોઈ જિલ્લાની સરખામણીએ ડબલ કરતાં વધુ કેસ અહીં નોંધાયા છે. મહારાષ્ટ્રના કુલ કેસના ૭૧.૧૩ ટકા અહીં નોંધાયા છે અને ભારતના કુલ કેસના એક પંચમાંશ કેસ મુંબઈમાં નોંધાયા છે. મોટી હિંસા આ કેસમાં થઈ રહેલી વૃધ્ધિ પણ છે. ૧૮ અને ૩૦ એપ્રિલ વચ્ચેના ૧૨ દિવસમાં કેસની સંખ્યા ૩.૩૯ ગણી નોંધાઈ છે.
મુંબઈ મોટું આર્થિક પ્રવૃત્તિથી ધમધમતું શહેર છે અને ગીચ વસતી પણ ધરાવતું હોવાથી અહીંની સમસ્યા વણસી રહી છે. મહારાષ્ટ્ર મેડીકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની માહિતી અનુસાર બીજી મેએ કોરોનાના કેસ ૧૨,૨૯૬ થયા હતા અને ૫૨૧ મૃત્યુ નોંધાયા છે. આમાંથી ૮,૩૫૯ કેસ મુંબઈના છે અને ૩૨૨ મૃત્યુ પણ અહીંના છે. મેના અંત સુધીમાં કુલ કેસ ૭૫,૦૦૦ થઈ જશે એમ કેન્દ્રની સમિતિએ અંદાજ કાઢયો છે. મુંબઈમાં ૯૦૦થી વધુ ચેપી વિસ્તાર છે.
આત્મવિશ્વાસને સલામ!
છ મહિનાની ગર્ભવતી મહિલાએ કોરોનાને હરાવ્યું
માનવની ઈચ્છાશક્તિ પ્રબળ હો તો તે ધારે તે મેળવી શકે આવી જ એક ઘટના સાયનમાં બની છે ૨૬ વર્ષીય ૬ મહિનાની ગર્ભવતી મહિલાએ કોરોનાને હરાવવામાં સફળતા મળી છે. આ સમયગાળો જોખમી ગણાતો હોવા છતાં દ્રઢ નિશ્ચય દ્વારા તેણે કોરાનાને હાર આપી નવજીવન મેળવ્યું છે.
૧૨મી એપ્રિલના રોજ આ મહિલા એક ખાનગી હોસ્પિટલાં શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાથી ગઈ હતી ઓક્સિજન ઘટી જતાં તેને બોલવામાં પણ તકલીફ પડતી હતી તેથી તેને વેન્ટીલેટર પર મૂકવાનું તબીબે નક્કી કર્યું હતું. અને તેને બેડ પર સૂવા જણાવ્યં હતું જોકે આ સમયે તે કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે. તેમ છતાં તેજ કારગત ઉપાય હોવાથી તેણે દ્રઢ આત્મવિશ્વાસ સાથે તબીબનો વાતો માની હતી. ૧૬ દિવસની સારવાર બાદ તેના બે રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા હવે તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે.
હાલ તેને ક્વોરન્ટાઈન કરી દેવાઈ છે. પરંતુ દ્રઢ આત્મબળ હોય તો ગમે તેવા અસહ્ય રોગ પણ હારી જાય છે તે બાબત આ મહિલાએ સિદ્ધ કરી બતાવી છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3df5Zea
via Latest Gujarati News
0 Comments