
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ તા. 3 મે 2020, રવિવાર
કોરોનાનો પ્રકોપને રોકવા માટે આવતીકાલથી ત્રીજા તબક્કાનું લોકડાઉન શરૂ થાય છે. આ લોક ડાઉ ન ૧૭ મે સુધીનો છે. પરંતુ રેલવે , મેટ્રો, પરિવહન અને વિમાન સેવા ૧૭ મે સુધી બંધ કાયમ છે. લાક ડા ઉ ન ને લીધે મહારાષ્ટ્ર ન સરકારની આવક પર અસર પડી છે. આથી સરકારે જારી કરેલા આદેશમાં ત્રણેય ઝોનમાંદુકાનો ખોલવાનિયમોમાં થોડી છૂટછાટ આપી છે. ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં આવેલા જિલ્લાઓને સરકારે અત્યાર સુધી રાહત આપી હતી, એટલે કે જ્યાં કોરોના દર્દીઓની સંખ્યા ઓછી છે અથવા જ્યાં દર્દીઓ જરાય નથી. મહારાષ્ટ્ર સરકારે ત્યાં કેટલીક દુકાનો શરૂ કરવાની મંજૂરી આપી હતી. હવે, રેડ ઝોનમાં રહેતા લોકોને પણ રાહત આપી છે. જોકે બાર, સલૂન, તથા સ્પા ત્રણેય ઝોનમાં બંધ રહેશે
મહારાષ્ટ્ર સરકારે મુંબઈ અને પુણે ના કન્ટેન્ટ ઝોન સિવાય રેડ ઝોનમાં દારૂની દુકાનો સહિતની એકલ દુકાનો ખોલવાની મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે. દરેક ગલીમાં ફક્ત ૫ જીવનાવશ્યક સિવાયની દુકાન ખોલી શકાશ. પરંતુ મોલમાં નહીં.
રેડ ઝોનમાં એક જ લેનમાં ફક્ત પાંચ દુકાન જ ખોલવા દેવામાં આવશે. જે દુકાનો આવશ્યક સેવામાં ન હોય તે માટે આ નિયમ રહેશે. જો કે, કરિયાણા-તબીબી જેવી આવશ્યક સેવાઓ માટે કોઈ પ્રતિબંધ નથી. ગ્રીન, ઓરેન્જ અને રેડ ત્રણેય ઝોન ના વિસ્તારોમાં બજારો અને મોલ્સમાં નહીં .પરંતુ સ્વતંત્ર દારૂની દુકાનને મંજૂરી આપવામાં આવશે. ગ્રાહકોએ એકબીજાથી ૬ ફૂટનું અંતર રાખવું પડશે અને તે પણ સુનિશ્ચિત કરવું પડશે કે એક સમયે પાંચ કરતાં વધુ ગ્રાહકો દુકાનમાં નહીં આવે. કન્ટેન્ટ ઝોનમાં દારૂનું વેચાણ પ્રતિબંધિત છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2zMyTUD
via Latest Gujarati News
0 Comments