
મુંબઈ,તા. 5 મે 2020, મંગળવાર
એકખાનગી બસ ઓપરેટરને સોમવારે ૬૦ બસોમાં વિવિધ મજૂરોને ગુજરાત, રાજસ્થાન, કર્ણાટક અને તલંગણા મોકલવાની પરવાનગી સોમવારે અપાઈ છે.
આગામી દિવસમાં દરરોજ ૨૦૦ બસો દ્વારા પરપ્રાંતિય મજૂરોને તેમના સ્વગૃહે મોકલવાની વ્યવસ્થા કરાશે એવી માહિતી મુંબઈ બસ ચાલક સંગઠને આપી છે.
જોકે આ બસ સેવા માટે પરપ્રાંતિય મજૂોએ ભાડું ચૂકવવું પડશેજેમાં પ્રતિવ્યક્તિ રૂપિયા ૪૦૦૦ થી ૬૦૦૦ રૂપિયા ચૂકવવા પડશે. તે સિવાય આ બસ સેવાનો લાભ મેળવવા મો એકસ્થળે જવા ઓછામાં ઓછા ૨૫ મજૂરો હોવા આવશ્યક હોવાની શરત પણ મૂકી છે.
આટલું બધું ભાડું લેવાનાસ કાણે તેમણે ટોલ ભરવા પડવાની સાથે જ બસમાં પણ સોશિયલ ડિસ્ટનિંગ જાળવું પડશે.
એ ઉદાહણ પ્રમાણે યુપી પહોંચવા માટે બસે ત્રણ રાજ્યની સીમા પાર કરવા પેટ્રોલ અને ટોલના મળીને લગભગ ૭૫૦૦૦ રૂપિાય ચૂકવવા પડશે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં જ વિવિધ જગ્યાએ ગામડામાં રહેતા મજૂરો માટે પણ આ પ્રકારની બસો દોડાવવાની યોજના છે આ માટે મજૂરોએ થોડા ઓછા પૈસા ચૂકવવા પડશે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2L318B5
via Latest Gujarati News
0 Comments