
- આ એશિયાની સૌથી ગીચ વસતિ ધરાવતી ઝૂંપડપટ્ટી તરફ પહેલાથી પાલિકાએ દુર્લક્ષ રાખતાં દરદીની સંખ્યામાં એક જ અઠવાડિયામાં ૫૬ ટકા વધારો થયો
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ તા.૫
દેશની આર્થિક રાજધાની ગણાતી મુંબઇની એશિયાની સૌથી ગીચ વસતિ ધરાવતી ધારાવી ઝૂંપડપટ્ટીમાં કોરોના વાઇરસ ચેપનો રોગચાળાએ કહેર મચાવી દીધી છે. દરરોજ કોરોનાના દરદીની સંખ્યા વધતા મુંબઇ મહાનગર પાલિકા અને રાજ્ય સરકાર ચિંતામાં પડી ગઇ છે. અહીં લગભગ ૯ થી ૧૦ લાખ લોકો વસે છે. રાજ્ય સરકાર અને પાલિકાએ ધારાવી સહિત શહેરભરની અન્ય ઝૂંપડપટ્ટીમાં કોરોના મજબૂત પગપેસારો ન કરે તે માટે તમામ સાવચેતીના પગલા લીધા છે. છતાં વહીવટીકર્તા અત્યારે નિષ્ફળ દેખાઇ રહી છે.
આજે ધારાવીમાં નવા ૪૨ દરદી નોંધાતા કોરોનાના દરદીની સંખ્યા વધીને ૬૩૨ ઉપર પહોંચી છે. અને મૃતકની સંખ્યા ૨૦ છે. પરંતુ ૨૭ એપ્રિલથી ચાર મે સુધી ૫૬ ટકા દરદીઓની સંખ્યામાં વધારો નોંધાઇ રહ્યો છે. એટલે કે અહીં કોરોના ગુણાકારમાં વધી રહી છે. આમ કોરોનાનો વિસ્ફોટ થવાની શરૂઆત થઇ છે. છતાં વહીવટીતંત્ર અસરકાર પગલાલઇ શકી નથી.
ધારાવીની ગીચ વસતિ ૧૮૮૪માં બ્રિટીશ સમયમાં ૫૨૦ એકરમાં ઉભી થઇ છે. અહી ંલઘુ ઉદ્યોગ અને અહીં રહેતા પરપ્રાંતિ મજૂરોની વસતિ મોટા પ્રમાણમાં છે. ઝૂંપડામાં નાની-નાની રૂમો એક સાથે પાંચથી દસ જણ વસે છે અહીં ઝૂંપડપટ્ટીમાંથી બીજી જગાએ આસાનીથી જઇ શકાય એવી નાની ગલીઓ છે.
અહીં કોરોનાનો પ્રથમ કેસ એક એપ્રિલના રોજ નોંધાયો હતો. અને તે ડોકટર હતા. પાછી તે મૃત્યુ પામ્યા હતા. છતાં અહીં પાલિકાએ તાકીદે કોઇ પગલાં હાથ ધર્યા નહિ. ત્યાર બાદ ૩૫ દિવસમાં કોરોનાનો આતંક એટલો વધી ગયો છે. કોરોનાના દરદીની સંખ્યા ૬૩૨ સુધી પહોંચી ગઇ છે. અને ૨૦ જણે જીવ ગુમાવ્યા હતા. આમા ડોકટર, પાલિકાના સફાઇ કર્મચારી તથા મિલકતવેરા વિભાગનો એક અધિકારી પણ કોરોનાના શિકાર બની ગયા હતા.
અહીં ઝૂંપડ પટ્ટીમાં લોકડાઉનનો વધુ પ્રભાવી રીતે અમલ કરવા અને સ્વચ્છતા તેમજ જંતુરહિત કરવા દવાનો છંટકાવ તેમજ દેખભાળ રાખવા ડ્રોન ટેકનોલોજી અને અગ્નિશમન દળનો ઉપયોગ કરાયો છે. હજારોની સંખ્યામાં સ્ક્રેનીંગ કરાયું છે અનેક લોકોને કવોરન્ટેન કરાય છે.
અહીં ઝૂંપડપટ્ટીમાં શૌચાલય અને સ્વચ્છતા ગૃહ બહાર હોવાથી તેને સ્વચ્છતા રખાવામાં આવી રહ્યા છે. અગ્નિશમન દળના પાવરે જેટનો ઉપયોગ કરીને દર કલાકે સ્વચ્છ કરાય છે. ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગથી દવા છંટકાવ કરીને વસતી અને શૌચાલયોના પરિસરને જંતુ રહિત કરાય છે, એવો દાવો પાલિકાના આરોગ્ય વિભાગ કરે છે.
આ સિવાય ધારાવીમાં અને અન્ય ઝૂંપડપટ્ટીમાં હાઇડ્રોક્સી કલોરોક્વિન સલ્ફેટ નામની ગોળી (દવા) વિતરણ કરાય છે. અહીં ઝૂંપડપટ્ટીમાં કોરોના લક્ષણ દેખાય તે દરદી માટે ઇન્સ્ટીટયુશનલ ક્વોરન્ટીન સેન્ટર ઉભું કર્યું હતું ત્યાં દરદીની કાળજી રાઉન્ડ ધ કલોક ડોકટરો તહેનાત છે. ધારાવીમાં પાલિકાએ ૩૦૦ પલંગની કવોરન્ટીન સુવિધા રાજીવગાંધી ડિસ્ટ્રીક કોમ્પ્લેક્સમાં કરી છે. ટ્રાન્ઝીસ્ટ કેમ્પમાં અને ધારાવી ટ્રાન્ઝીસ્ટ કેમ્પ શાળામાં ૭૦૦ પલંગ ધરાવતા આઇસોલેસનની સુવિધા ઉભી કરી છે. ત્યાંની ૧૧ લોજની ૧૩૦ રૂમો તાબે લઇને પાલિકાએ કોરોનાના દરદી માટે વ્યવસ્થા કરી છે. ૧૦૦ થી વધુ કમ્યુનિટી હોલ ઉભા કર્યા છે. એવો દાવો પાલિકાના જી/નોર્થ વોર્ડના વોર્ડ ઓફિસર કિરણ દિધાંગવકરે કર્યો હતો.
આ સિવાય અહીં ઝૂંપડપટ્ટીમાં ૩૫૦ ડોકટરોની ટીમ કોરોનાના દરદીની તપાસ અને સારવાર કરી રહી છે. છતાં ધારાવીમાં કુંભારવાડા, ૯૦ ફૂટ રોડ, ૬૦ રોડ, આઝાદ નગર મુસ્લીમ નગર, સબરિના બાઇચાળ, શિવશક્તિ નગર, માટુંગા લેબર કેમ્પ, અબુ બકરચાલ, કલ્યાણવાડી, સંત રોહિદાસ માર્ગ, ટ્રાન્ઝિટ કેમ્પ, ન્યુ સિદ્ધાર્થ કોલોની, ઉદય સોસાયટી, શાસ્ત્રીનગર, શહીદ ભગત સિંહ નગર, ગોપાળ મિસ્ત્રીચાળ, સહિત અન્ય ઝૂંપડપટ્ટીમાં કોરોનાના દરદી વધુ છે. અહીં હોમ કવોરન્ટીન કરવું શક્ય નથી. અને કવોરન્ટીન કરવા પૂરતી સુવિધા નથી, એમ કહેવામાં આવી રહ્યું છે. અહીં મોટાભાગે મયૂર વર્ગ જેમાં ઉત્તર પ્રદેશ, બિહાર તથા આંધ્રપ્રદેશ તાલીલનાડું, કેરલાના લોકોનો સંખ્યા વધારે છે. અહીં વહીવટીતંત્રે દુર્લક્ષતા સેવતા ધારાવી હોટ સ્પોર્ટ બની ગયો છે. હવે કોરોનાનો વિસ્ફોટ થવાની ગણતરી છે. એટલે કે કોરાનાની સંખ્યા ખૂબ જ વધી છે. અહીં કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમે આવીને ધારાવીનું નિરીક્ષણ કરતાં અહેવાલ આપ્યો કે ધારાવીમાં કોરોનાની સંખ્યા હજારોની સંખ્યામાં પહોંચી જશે. અહીં લોકડાઉનનો અમલ કડક પણે કરવો જરૂરી છે.
ધારાવી ઉપરાંત મુંબઇમાં પૂર્વ ઉપનગરની ચેમ્બૂર સ્થિત ગોવંડી, માનખુદ, કુર્લાની ઝૂંપડપટ્ટીઓ પણ કોરોનાના સપાટામાં આવી ગઇ છે. મુલુંડની ઝૂંપડપટ્ટીમાં પણ કોરોનાના દરદીના કેસ નોંધાઇ રહ્યા છે. સોમવારે મુલુન્ડમાંથી ૫૫ દરદી મળી આવ્યા હતા.
કોરોનાના દરદીની સંખ્યા ખૂબ જ વેગથી વધી રહી હોવાથી વહીવટીતંત્ર અવઢવમાં મૂકાઇ ગયું છે. આને નાથવા પાલિકાએ કમરકસી છે. પણ હજી પરિણામ દેખાતું નથી.
ધારાવીમાં કોરોના બેકાબૂ થતાં હાહાકાર નવા ૩૪ દરદી નોંધાતા સંખ્યાવધીને ૬૬૫ થઇ
ધારાવીમાં કોરોનાનો પગપેસારો મજબૂત કરતાં તે બેકાબૂ થઇ ગયો છે. આથી મુંબઇ સહિત ધારાવીમાં હાહાકાર મચી ગયો છે. આજે કોરોના નવા ૩૩ દરદી નોંધાતા ધારાવીમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૬૬૫ થઇ છે. અને મરણાંક ૩૦ છે. જોકે ઘારાવીના ૧૯૬ દરદી સાજા થતાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં હોવાનો દાવો મુંબઇ મહાનગર પાલિકાએ કર્યો છે.
જોકે આજ સુધી ધારાવીમાં લગભગ ૮૩,૫૦૦ જણના સ્કેનિંગ કરવામાં આવ્યું છે. લગભગ ૨૩૮૦ જણને ઇન્સ્ટીટયુશનલ કવોરન્ટીન કર્યા છે. એવી જાણકારી પાલિકા અધિકારીએ આપી હતી.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3c8MxQ9
via Latest Gujarati News
0 Comments